બ્રાન્ડ વેલ્યુમાં વિરાટ કોહલી બન્યો ‘ધુરંધર’, બચ્ચન- શાહરૂખથી આગળ

ક્રિકેટસ્ટાર હોય કે સિનેસ્ટાર, સમયાંતરે એમની બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન થતું હોય છે. ઘણીવાર લોકોની પસંદ પરથી તો ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ પરથી. ક્યારેક…

ક્રિકેટસ્ટાર હોય કે સિનેસ્ટાર, સમયાંતરે એમની બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન થતું હોય છે. ઘણીવાર લોકોની પસંદ પરથી તો ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ પરથી. ક્યારેક આ આંકડો બ્રાંડ પ્રમોશન માટે આશીર્વાદ સમાન બની જાય છે તો ક્યારેક આ જ આંકડાથી એમને માર્કેટમાંથી કોઈમોટી કમર્શિયલ ડીલ મળતી હોય જેનો આર્થિક ફાયદો કરોડોમાં થાય છે. આ સેલેબ્સમાં આ વખતે કોહલીએ ’વિરાટ’ ડંકો વગાડીને ધોની, સચીન અને કિંગ ખાન જેવા માઈલસ્ટોન પર્સનને પાછળ મૂકી દીધા છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ક્રિકેટ પીચ રનનો રેકોર્ડ કર્યા બાદ હવે બ્રાંડ વેલ્યું બાબતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બિઝનેસ, પેઈડ પ્રમોશન, પ્રમોશન પોસ્ટ, એડ વીડિયો અને એડ પોસ્ટની દુનિયામાં એક એવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. દેશના 25 સૌથી વેલ્યુએબલ સેલેબ્સની યાદી તૈયાર કરવામાં આવી ત્યારે વિરાટનું નામ પહેલા ક્રમ હોવાનું જાણવા મળ્યું છે. ફોર્ચ્યુન ઈન્ડિયા અને ગ્લોબલ બ્રાંડ જેવી રિસર્ચ ફર્મ એ એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને કેટલીક આંકડાકીય માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી ₹ 3,542 કરોડની બ્રાંડ વેલ્યું સાથે સૌથી વધારે વેલ્યુએબલ પર્સનાલિટીની યાદીમાં ટોપ પર છે. કોહલીએ આ રેસમાં બોલિવૂડના કિંગ ખાન-શાહરૂૂખ ખાનને પણ પાછળ મૂકી દીધા છે. ક્રિકેટની દુનિયાના ભગવાન સચીન તેંડુલકરને પણ પાછળ રાખ્યા છે. આ રિપોર્ટમાં ટોપ-10ની જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં 3 ક્રિકેટરનો સમાવેશ થાય છે અને 7 ફિલ્મસ્ટાર છે. શાહરૂૂખ ખાન બ્રાંડવેલ્યુની યાદીમાં બીજા ક્રમે છે.

વૈશ્વિક સ્તર પર ભારતનું નામ રોશન કરનારી પ્રિયંકા ચોપરા આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જે મહિલા સેલેબ્સની કેટેગરીમાં સૌથી આગળ છે. વિરાટ કોહલી, શાહરૂૂખ ખાન અને પ્રિયંકા ચોપરા એ સેલેબ્સમાંથી એક છે જેના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ કરોડોમાં છે. સૌથી વધારે અને ટોપ ફોલોઅર્સની યાદીમાં પ્રિયંકા અને કોહલીને સૌથી આગળ છે. ચોથા ક્રમે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે એ પછી બોલિવૂડની ફિલ્મ ’ધુરંધર’ ફેમ એક્ટર રણવીર સિંહનું નામ છે. ટોપ-10માં 1 વિરાટ કોહલી, 2 શાહરૂૂખ ખાન, 3 પ્રિયંકા ચોપરા, 4 મહેન્દ્ર સિંહ ધોની, 5 રણવીર સિંહ, 6 અક્ષય કુમાર, 7 અમિતાભ બચ્ચન, 8 સચિન તેંડુલકર, 9 આલિયા ભટ્ટ, 10 અલ્લુ અર્જુનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *