ખાન સરની ધરપકડ પર પટના હાઇકોર્ટે લગાવી રોક

પટનાના ચર્ચિત કોચિંગ વિવાદ અને ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવેલા ખાન સરને (ફેઝલ ખાન) અદાલત તરફથી મોટી રાહત મળી છે. મંગળવાર, 9 જુનના પટનાની…

પટનાના ચર્ચિત કોચિંગ વિવાદ અને ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવેલા ખાન સરને (ફેઝલ ખાન) અદાલત તરફથી મોટી રાહત મળી છે. મંગળવાર, 9 જુનના પટનાની જિલ્લા અને સત્ર ન્યાયાધીશની અદાલતમાં ખાન સરની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે ખાન સરને વચગાળાનું સંરક્ષણ આપતાં તેમની સામે કોઈપણ પ્રકારની કડક કે દંડાત્મક કાર્યવાહી કરવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ આદેશ બાદ હવે પોલીસ આગામી સુનાવણી સુધી ખાન સરની ધરપકડ કરી શકશે નહીં.

અદાલતમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આ સમગ્ર ફાયરિંગ કેસમાં ફેઝલ ખાનનું પ્રત્યક્ષ રીતે કોઈ ગુનાહિત કૃત્ય નથી અને તેમને ખોટી રીતે આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, સરકારી વકીલ અને પોલીસે તપાસ સાથે જોડાયેલી વિગતો તેમજ એફઆઈઆરની નકલ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

જિલ્લા જજે બંને પક્ષોની કાનૂની દલીલો સાંભળ્યા બાદ ખાન સરને વચગાળાની રાહત આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસની આગામી સુનાવણી સુધી ખાન સર વિરૂૂદ્ધ કોઈ કડક પગલાં ભરી શકાશે નહીં. આગામી સુનાવણીમાં પોલીસની સત્તાવાર કેસ ડાયરી અને અન્ય પુરાવાઓ પર વિગતવાર વિચાર કરવામાં આવશે.
નોંધનીય છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અને ધરપકડની તલવાર વચ્ચે ખાન સર પટનાથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ટીમ તેમના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી હતી.

પટનાના એસએસપી કાર્તિક શર્માએ પોતે માહિતી આપી હતી કે ખાન સરને પકડવા માટે પટનાની આસપાસના અનેક જિલ્લાઓમાં પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી હતી. પરંતુ કોર્ટના આ સ્ટે ઓર્ડર બાદ હવે પોલીસ એક્શન પર બ્રેક લાગી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *