ઇરાનના મિસાઇલ મારાથી ઇઝરાયેલમાં સાયરનો ગુંજી, મિડલ ઇસ્ટ તનાવમાં વધારો

આવી રીતે લડશો તો 3000 વર્ષ સુધી યુધ્ધ ચાલશે: ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. એપ્રિલમાં લાગુ થયેલા યુદ્ધવિરામ બાદ પ્રથમ…

આવી રીતે લડશો તો 3000 વર્ષ સુધી યુધ્ધ ચાલશે: ટ્રમ્પ

પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. એપ્રિલમાં લાગુ થયેલા યુદ્ધવિરામ બાદ પ્રથમ વખત ઈરાને સીધો ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ પછી ઈઝરાયેલે પણ જવાબી હુમલો કરી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને પક્ષોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. તેમણે નેતન્યાહુને ફોન કર્યો હતો, પરંતુ નેતન્યાહુએ ટ્રમ્પની વાત ન માની. જવાબી હુમલા બાદ ઈસ્ફહાન અને તેહરાનમાં જોરદાર ધડાકાના અવાજો સંભળાયા હતા. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ઈરાને સોમવારે તેના કેટલાય વિસ્તારો તરફ મિસાઈલો દાગી હતી. હાઈફા અને નાઝરેથને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેના સંરક્ષણ તંત્રએ ખતરાને રોકવા માટે કાર્યવાહી કરી અને મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ જણાવ્યું કે, દેશના કેટલાય ભાગોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી હતી. શરૂૂઆતી અહેવાલોમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

સ્થિતિ વધુ વણસે તે રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. ટ્રમ્પે એક્સિયોસને જણાવ્યું હતું કે, ‘હું અત્યારે જ નેતન્યાહુને ફોન કરી રહ્યો છું અને કહી રહ્યો છું કે જવાબી હુમલો ન કરો.

બંને પોતાના હુમલા કરી ચૂક્યા છે. અમને હવે વધુ એક હુમલાની જરૂૂર નથી.’ તેમણે ઉમેર્યું કે, ‘ઈરાની હુમલામાં કોઈને નુકસાન થયું નથી. આશા છે કે ઈઝરાયેલ પલટવાર નહીં કરે. જો ઇઝરાયેલ ફરી હુમલો કરશે તો આ સિલસિલો આગામી 47 વર્ષ કે 3000 વર્ષ સુધી ચાલતો રહેશે.’

ટ્રમ્પે ઈરાનને પણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘તમે તમારી મિસાઈલો ચલાવી દીધી, હવે ઘણું થયું. વાતચીતના ટેબલ પર પાછા ફરો અને સમજૂતી કરો.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે અંતિમ સમજૂતી આગામી થોડા દિવસોમાં થઈ શકે છે.

ઈરાનનો આ હુમલો બેરૂૂતના દક્ષિણી ઉપનગરો પર ઈઝરાયેલી હુમલા બાદ થયો છે. ઈઝરાયેલે કહ્યું હતું કે, આ કાર્યવાહી હિઝબુલ્લાહ તરફથી ઉત્તરી ઈઝરાયેલ પર કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં કરવામાં આવી હતી. આ પછી ઈરાને ચેતવણી આપી હતી કે તે જવાબ આપશે. હવે મિસાઈલ હુમલા બાદ તેહરાનનું વલણ વધુ કડક બન્યું છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, જો ઈઝરાયેલ દક્ષિણી લેબનાન કે બેરૂૂત પર હુમલા ચાલુ રાખશે તો તેણે વધુ ‘કચડી નાખનારા’ હુમલાઓનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *