E-85 ફયુઅલ, સરકારની પહેલનો ફરજિયાત અમલ જરૂરી

અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થવાની વાતો ચાલ્યા કરે છે પણ સમાધાન થતું નથા તેના કારણે ક્રૂડ ઓઈલનો કકળાટ પણ પતતો નથી. આ કટોકટીની સ્થિતિમાં…

અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થવાની વાતો ચાલ્યા કરે છે પણ સમાધાન થતું નથા તેના કારણે ક્રૂડ ઓઈલનો કકળાટ પણ પતતો નથી. આ કટોકટીની સ્થિતિમાં નરેન્દ્ર મોદી સરકારે એક સારો નિર્ણય લઈને પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ મિશ્રણ ધરાવતું ‘ઇ-85 ફ્યુઅલ’ દિલ્હીમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. હાલમાં દેશભરમાં પેટ્રોલ પંપો પર જે પેટ્રોલ મળે છે એ ઇ-20 છે. મતલબ કે તેમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ છે. નવા ઇ85 ફ્યુઅલમાં 85 ટકા સુધી ઇથેનોલ અને માત્ર 15 ટકા પેટ્રોલ છે તેથી અત્યારે મળતા પેટ્રોલ કરતાં ઇ-85 ફફ્યુઅલ સાવ અલગ છે. અત્યારે આપણે ત્યાં કાર અને ટૂ-વ્હિલર્સનાં મોટા પ્રમાણમાં ઈથેનોલ હોય એવાં ફયુઅલ ના ચાલે તેથી તેમના માટે આ ઇ-85 ફ્યુઅલ કામનું નથી પણ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ્સ માટે કામનું છે.

અત્યારે લોંચ કરાયેલું ઇ-85 ફ્યુઅલ પેટ્રોલ કરતાં 20 રૂૂપિયા પ્રતિ લિટર સસ્તું છે. દિલ્હીમાં ઈ-85 ફયુઅલની કિંમત ₹82.12 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે જ્યારે રેગ્યુલર ઇ-20 પેટ્રોલની કિંમત 102 રૂૂપિયા છે. ઇ-85 ફ્યુઅલ સસ્તું હોવાથી હવે પછી જે લોકો નવાં વાહનો ખરીદશે એ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પસંદ કરી શકે. તેના કારણે ધીરે ધીરે ઇ-85 ફ્યુઅલનો વપરશ વધશે અને પેટ્રોલનો ઘટશે તેથી ક્રુડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે. મોદી સરકાર તો ધીરે ધીરે ઇ-100 એટલે કે 100 ટકા ઇથેનોલ હોય ફ્લેક્સ ફ્યુઅલ તરફ આગળ વધવા માગે છે પણ એ તાત્કાલિક શક્ય નથી તેથી હાલના તબક્કે ઇ-85 ફ્યુઅલનો વપરાશ વધારવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.

એ એ માટે પહેલા તબક્કામાં દિલ્હી અને મુંબઈ-પુણે-નાગપુર કોરિડોરમાં લગભગ 100 જેટલા ઇ-85 ફ્યુઅલ સ્ટેશન ઉભાં કરાશે અને આ વર્ષના અંત સુધીમાં દેશમાં લગભગ 500 ઈ-85 ફ્યુઅલ પંપ હશે. 2027ના અંત સુધીમાં દેશના તમામ મુખ્ય શહેરોમાં લગભગ 5000 ઇ-85 ફ્યુઅલ પંપ શરૂૂ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ભારતમાં કારનું મોટું બજાર છે પણ લોકોની ખરીદશક્તિ બહુ નથી. આ કારણે કંપનીઓ પરંપરાગત રીતે પેટ્રોલ-ડીઝલ પર ચાલતાં વાહનો બનાવીને વેચે છે. અમેરિકા કે યુરોપની જેમ હાયબ્રિડ કાર્સ ભારતમાં છે જ નહીં. હવે ફલેક્સ-ફ્યુઅલ કાર બનાવવી હોય તો કંપનીઓએ નવી ટેકનોલોજી અપનાવીને પ્રોડક્શન લાઈન બદલવી પડે. નવી ટેકનોલોજીમાં રોકાણમાં જંગી ખર્ચ થાય તેથી કારની પડતર કિંમત વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *