ધોલેરા SIRના ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ સફળ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારાVT CNS એરક્રાફ્ટનું…

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારાVT CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. આ ઘટનાને ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે.
વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરાગત વોટર કેનન સલામી આપવામાં આવી હતી. બે ફાયર ટેન્ડરોએ પાણીની કમાન સર્જીને વિમાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રારંભિક ઓપરેશન હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં નવા એરપોર્ટના શુભારંભનું પ્રતિક છે. ભવિષ્યમાં ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવશે તેવી અપેક્ષા છે.

ધોલેરા ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટમાં 3.2 કિ.મી.નો રન-વે બનાવવામાં આવી રહ્યો છે. 12 એરક્રાફ્ટ માટેનું પાર્કિંગ સ્ટેન્ડ, 10,700 સ્કે.ફૂટનું એર કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય કાર્ગો બિલ્ટઅપ એરિયા 2,450 ચોરસ મીટર (માત્ર ગ્રાઉન્ડ ફ્લોર), પેવ્ડ એરિયા 8,800 ચોરસ મીટર અને કાર્ગો હેન્ડલિંગ માટે 4260 ચોરસ મીટર એરસાઇડ રેમ્પ એરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયાત અને નિકાસ માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદથી 100 કિમી અને ધોલેરા સ્માર્ટ સિટીથી માત્ર 20 કિમીના અંતરે નવગામ ખાતે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ હશે. અહીં એક નહીં, ચાર-ચાર રનવે હશે. અત્યારે અહીં 3 કિમી લાબો એક રનવે બનીને તૈયાર થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *