બૂટલેગરોનો કેમિકલવાળો દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને ગટગટાવો!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.…

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ગામના વિકાસ, શિક્ષણ, દારૂની સમસ્યા અને ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામ સહિતના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સાંસદ મનસુખ વસાવાએ વિસ્તારમાં કેમિકલયુક્ત દારૂૂનું વેચાણ કરતા બુટલેગરો પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આવા ઝેરી અને કેમિકલયુક્ત દારૂૂના કારણે અનેક લોકોના આરોગ્ય પર ગંભીર અસર થાય છે. તેમણે આદિવાસી સમાજને સંબોધતા કહ્યું કે, બુટલેગરો પાસેથી કેમિકલવાળો દારૂ ખરીદીને પીવાના બદલે જો પીવો જ હોય તો પોતાના ઘરે પરંપરાગત રીતે મહુડાનો દારૂૂ બનાવીને પીવો. તેમના આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

કાર્યક્રમ દરમિયાન તેમણે આદિવાસી યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, બિરસા મુંડાના આદર્શોને અનુસરી શિક્ષણ અને વિકાસના માર્ગે આગળ વધવું જોઈએ. આ સાથે તેઓએ યુવાનોને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરતાં જણાવ્યું કે, સારું શિક્ષણ મેળવો, લાયક બનો, નોકરી અપાવવાની જવાબદારી મારી રહેશે.

ગ્રામ પંચાયતના નવા મકાન અંગે પણ સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટન પહેલાં જ મકાનમાં તિરાડો અને બાંધકામની ખામીઓ દેખાતા તેમણે નબળા બાંધકામ માટે મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીને જવાબદાર ઠેરવી હતી અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની કામગીરી અંગે સતત સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને રાજકારણનો ‘ર’ પણ ખબર નથી, છતાં સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી વાતો કરે છે. સાંસદના આ નિવેદનો બાદ સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *