મોરબી પંથકમાં આપઘાતની બેવડી ઘટના: શ્રમિક યુવાન અને પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના સાપર ગામની સીમમાં આવેલા એક મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ…

મોરબીના સાપર ગામની સીમમાં આવેલા એક મિનરલ્સ કારખાનાની લેબર કોલોનીમાં 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ શરૂૂ કરી છે.

બનાવની વિગત મુજબ, સાપર ગામની સીમમાં આવેલા અમુલ મિનરલ્સ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા વિક્રમભાઇ અબુભાઇ નિનામા (ઉંમર વર્ષ 21) નામના યુવાને પોતાના રૂૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું કર્યું એ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત મોરબીના નવા જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાં પિતાના ઘરે રિસામણે રહેતી 19 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાના લગ્નને હજુ માંડ એક વર્ષ જેટલો સમય થયો હતો અને છેલ્લા દસ મહિનાથી તે પિયરમાં જ રહેતી હતી.

બનાવની વિગત મુજબ, નવા જાંબુડીયા ગામે રહેતા કાંતીભાઇ ફિસડીયાની 19 વર્ષીય દીકરી શીતલબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. જોકે, લગ્નજીવનમાં કોઈ અણબનાવ બનતા શીતલબેન છેલ્લા દશેક મહિનાથી પતિનું ઘર છોડીને પિતાના ઘરે રિસામણે આવી ગયા હતા. ગત તારીખ 4એ તેમણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરણ્યાના થોડા જ સમયમાં પિયરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *