આંદામાનના સમુદ્રમાંથી મળ્યો ગેસ ભંડાર, ઇંધણની તંગી વચ્ચે રાહતના સમાચાર

હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે ઉર્જા માટે આયાત પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. ઈરાન યુદ્ધમાં ભારતે ઓઈલ અને ગેસની અછતનો સામનો…

હોર્મુઝ સંકટે ભારતને એ પાઠ ભણાવ્યો છે કે ઉર્જા માટે આયાત પર નિર્ભર રહેવું કેટલું જોખમી છે. ઈરાન યુદ્ધમાં ભારતે ઓઈલ અને ગેસની અછતનો સામનો કર્યા બાદ, હવે તે આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આ દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ભારતને આંદામાનના ઊંડા સમુદ્રમાં ગેસનો ભંડાર મળ્યો છે.

ભારતની નવરત્ન કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે માહિતી આપી કે, તેમને આંદામાન ટાપુમાં ઊંડા પાણીમાં કુદરતી ગેસનો ભંડાર મળ્યો છે. તેમણે જણાવ્યું કે, આંદામાન ટાપુઓના પૂર્વ કિનારાથી 15 કિલોમીટર દૂર, 355 મીટર ઊંડા પાણીમાં આવેલા ’શ્રી વિજયપુરમ-3’ નામના એક્સપ્લોરેટરી વેલમાં કુદરતી ગેસની હાજરી હોવાનું જાણવા મળ્યું છે. તેમને ત્યાં હાઇડ્રોકાર્બનની હાજરી હોવાની ખબર પડી છે.

ડીપ-વોટર એક્સપ્લોરેશન અભિયાન અંતર્ગત ઓઈલ ઈન્ડિયા લિમિટેડે આંદામાન બેસિનમાં કુલ 3 એક્સપ્લોરેટરી વેલનું ડ્રિલિંગ કર્યું છે, જેમાંથી 2 કૂવાઓમાં હાઇડ્રોકાર્બનની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ ભારત માટે રાહતના મોટા સમાચાર છે.

કંપનીએ ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ આ કૂવાઓનું ડ્રિલિંગ કર્યું છે. આ પહેલા સપ્ટેમ્બર 2025માં ’વિજયપુરમ-2’ કૂવામાં પણ કુદરતી ગેસ મળવાની માહિતી સામે આવી હતી. કંપની હાલમાં મળી આવેલા ગેસના સેમ્પલનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ટેસ્ટિંગથી ગેસનું સ્ટ્રક્ચર, તેની થર્મલ કેપેસિટી અને તેના જથ્થાની વિગતો જાણી શકાશે. ભારતીય દરિયાકાંઠા અને સમુદ્રોમાં છુપાયેલા ખજાના માટે પણ આ એક સકારાત્મક સમાચાર છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સફળતા બદલ ઓઈલ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *