ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને  IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશે

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો…

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો રસ્તો પસંદ કરે છે. હાલમાં એપેક્સ કાઉન્સિલેની યોજાયેલી બેઠકમાં આ ગંભીર મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે આ વાતને લઈ ચિંતિત છે કે, ભારતીય ક્રિકેટર્સ વિદેશી લીગના આકર્ષક પ્રસ્તાવનો ભાગ બનવા માટે સમય પહેલા ઈન્ટરનેશનલ કે ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી રહ્યા છે.

બીસીસીઆઈના નિયમો મુજબ કોઈ પણ એક્ટિવ ભારતીય ક્રિકેટર્સ હોય કે તે ઈન્ટરનેશનલનો હોય, ઘરેલું સર્કિટનો ભાગ હોય કે પછી આઈપીએલ કોન્ટ્રાક્ટમાં હોય. તેને કોઈ પણ વિદેશી ટી20 કે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાની પરવાનગી નથી. ખેલાડીઓ માત્ર ત્યારે જ લીગમાં જઈ શકે જ્યારે તે ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને આઈપીએલમાંથી સંપૂર્ણ પણે સંન્યાસ લઈ લીધો હોય. આ નિયમના લૂપહોલનો ફાયદો ઉઠાવી હાલમાં અનેક ખેલાડીઓ સંન્યાસ લેતા વિદેશી ટીમો સાથે કરાર કર્યો છે.રિપોર્ટ મુજબ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં વિદેશી લીગના દરેક ખેલાડીઓના આ વર્તનને રોવા માટે એક કૂલિંગ ઓફ પીરિયડ લાવવા પર વિચાર કરી રહ્યું છે. ચર્ચા મુજબ જો કોઈ ભારતીય સંન્યાસ લઈ સીધો વિદેશી લીગમાં રમવા માંગે છે તો તેના પર ભારતીય ક્રિકેટ સિસ્ટમમાં પરત ફરવા પર અંદાજે 5 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. ટુંકમાં 5 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો ભાગ બની શકશે નહી. આ મોટા પગલાના ઉદ્દેશ્ય ખેલાડીઓને એક સંદેશ આપવા માંગે છે કે, તે સંન્યાસનો નિર્ણય સમજી -વિચારીને લે.

બોર્ડ ઈચ્છે છે કે, દેશની મહત્વની પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓ મોટાભાગના સમય સુધી ઘરેલું ઢાંચા અને આઈપીએલની પ્રતિષ્ઠાને બનાવી રાખવામાં પોતાનું યોગદાન આપે. આ નીતિને અંતિમ સ્વરૂૂપ આપવાની અને તેના કાનૂની પાસાઓની તપાસ કરવાની જવાબદારી BCCI પ્રમુખ અને સચિવને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *