સુપર સ્પેશિયાલિટી પ્રવેશનો બીજો રાઉન્ડ અદ્ધરતાલ, 4500 બેઠક ખાલી

ગુજરાત સહિત દેશભરની તબીબી ક્ષેત્રની સર્વોચ્ચ કહી શકાય તેવી સુપર સ્પેશિયાલિટી મેડિકલ બેઠકોની પ્રવેશ પ્રક્રિયામાં વહીવટી શિથિલતાને કારણે મોટો ગતિરોધ સર્જાયો છે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ…

ગુજરાત સહિત દેશભરની તબીબી ક્ષેત્રની સર્વોચ્ચ કહી શકાય તેવી સુપર સ્પેશિયાલિટી મેડિકલ બેઠકોની પ્રવેશ પ્રક્રિયામાં વહીવટી શિથિલતાને કારણે મોટો ગતિરોધ સર્જાયો છે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ગત 6 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રથમ રાઉન્ડ બાદ નિયમાનુસાર 10મી એપ્રિલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ કરી દેવાયો છે. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે, અંદાજે કુલ 7,000 બેઠકોમાંથી માત્ર 2,500 બેઠકો જ ભરાઈ શકી છે, જ્યારે 4,500થી વધુ એટલે કે 50 ટકાથી વધારે બેઠકો હજુ પણ ખાલી પડી છે. 17મી એપ્રિલના રોજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલે હજુ બીજો રાઉન્ડ પણ શરૂૂ ન થતાં હાલમાં શહેરની ચાર હોસ્પિટલ સહિત રાજ્યની અનેક હોસ્પિટલને સુપર સ્પેશિયાલીટી રેસિડન્ટ મળવામાં ભારે મુશ્કેલી ઉભી થઇ રહી છે.

કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા સુપર સ્પેશિયાલીટી મેડિકલ બેઠકો માટે 6 એપ્રિલના રોજ પહેલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી હતી. આ રાઉન્ડમાં કુલ 7 હજાર પૈકી માત્ર 2500 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળ્યો હતો. જેના કારણે અંદાજે 4500 બેઠકો ખાલી પડી હતી. નિયમ પ્રમાણે તાકીદે બીજો રાઉન્ડ શરૂૂ કરીને 17મી એપ્રિલ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની હતી.

કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા 10મી એપ્રિલની સુપર સ્પેશિયાલીટી મેડિકલમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા છે તેમના માટે નવું શૈક્ષણિક સત્ર શરૂૂ કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે, પહેલો રાઉન્ડ પુરો થયા બાદ શૈક્ષણિક સત્ર શરૂૂ કરૂૂ દેવામાં આવ્યું છે પરંતુ કુલ બેઠકના 50 ટકાથી વધારે બેઠકો ખાલી પડી છે.

સુપર સ્પેશિયાલીટી મેડિકલમાં પ્રવેશ માટે દરખાસ્ત કરનારા ઉમેદવારો દ્વારા બીજો રાઉન્ડ શરૂૂ થાય તે પહેલા પર્સન્ટાઇલમાં ઘટાડો કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. કારણ કે, ભૂતકાળમાં પર્સન્ટાઇલ શૂન્ય કર્યા પછી પણ કેટલીક બેઠકો ખાલી પડી હતી. જેના કારણે ચાલુવર્ષે બીજો રાઉન્ડ શરૂૂ થાય તે પહેલા જ પર્સન્ટાઇલ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી.

માંગણી સ્વીકારવી કે નહી તેનો નિર્ણય થાય તે પહેલા બીજો રાઉન્ડ જ અટકાવી દેવામાં આવ્યો છે. મેડિકલ કોલેજના તજજ્ઞો કહે છે કે, 17મી એપ્રિલના રોજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનું નક્કી કરાયું હતુ. હાલમાં બીજો રાઉન્ડ પણ શરૂૂ કરાયો નથી. હાલમાં શૈક્ષણિક કાર્ય શરૂૂ કરવામાં આવ્યું છે પરંતુ 50 ટકાથી વધારે બેઠકો ખાલી છે, એટલું જ નહી જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેઓ બીજા રાઉન્ડમાં જે તે કોલેજમાં રહેશે કે કેમ તે પણ નક્કી નથી. આ સ્થિતિમાં આગામી દિવસોમાં ભારે મુશ્કેલી ઉભી થાય તેમ છે.

સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી રેસિડન્ટ ડોક્ટરો ન મળતાં મુશ્કેલી
મેડિકલ કોલેજોના તજજ્ઞોના મતે, આ વિલંબની સીધી અને ગંભીર અસર હોસ્પિટલોની આરોગ્ય સેવાઓ પર પડી રહી છે. સામાન્ય રીતે રાજ્યની સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં દર વર્ષે 150થી વધુ નવા સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ ડોક્ટરો સેવામાં જોડાતા હોય છે. આ પ્રક્રિયા અટકી જતાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ, યુ.એ. મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, જીસીઆરઆઈ (કેન્સર હોસ્પિટલ), એસવીપી અને જીસીએસ હોસ્પિટલ સહિતની સંસ્થાઓને પૂર્ણ સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો મળી શક્યા નથી. માત્ર સરકારી જ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ ડીએનબી (ઉગઇ) સુપર સ્પેશિયાલિટી બેઠકો આ જ કાઉન્સેલિંગના આધારે ભરાતી હોવાથી, સમગ્ર રાજ્યમાં હાલ 200થી વધુ સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની ઘટ વર્તાઈ રહી છે. જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લીધો છે, તેઓ પણ બીજા રાઉન્ડમાં કઈ કોલેજમાં જશે તે અનિશ્ચિત હોવાથી તબીબી શિક્ષણ અને વહીવટી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જો આગામી દિવસોમાં તાકેદી આ પ્રક્રિયા પૂરી કરવામાં નહીં આવે તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *