શાળાઓમાં વેકેશન 10 દિવસ લંબાયું તેવા બોગસ વાયરલ મેસેજથી વાલીઓ હરખાયા!

સંચાલક મંડળે 18 જૂનથી સત્ર શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ નિર્ણય લેવાયો નથી – વેકેશન લંબાવ્યાના મેસેજ ફરતા થતાં વાલી- વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ ગુજરાતની…

સંચાલક મંડળે 18 જૂનથી સત્ર શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ નિર્ણય લેવાયો નથી – વેકેશન લંબાવ્યાના મેસેજ ફરતા થતાં વાલી- વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ

ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓ ખૂલવાની તારીખ મામલે અફવાનું બજાર ગરમ થયું છે.
 રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને જોતા શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવાની માગ કરવામાં આવી છે, પરંતુ સરકારે હજુ સુધી તેના પર કોઈ આખરી મહોર મારી નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર વેકેશન 10 દિવસ લંબાવી દેવાયું હોવાના ખોટા અહેવાલો વાયરલ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગના સત્તાવાર કેલેન્ડર મુજબ 8 જૂનથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે.
 જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સરકારે વેકેશન 10 દિવસ લંબાવી દીધું છે અને હવે શાળા 18 જૂનથી શરૂૂ થશે. આ ફેક ન્યૂઝ વાલીઓ સુધી પહોંચતા શરૂૂઆતમાં તો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક વાલીઓએ આ ન્યૂઝને સાચા માની લીધા હતા અને પોતાના આગળના પ્લાનિંગ પણ શરૂૂ કરી દીધા હતા. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર ન હોવાથી ગણતરીના સમયમાં જ વાલીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે, રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા પ્રવર્તમાન અસહ્ય ગરમી અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂકાયો હતો. આ રજૂઆતમાં જણાવાયું હતું કે, જો 8 જૂનના બદલે 18 જૂનથી નવું સત્ર શરૂૂ કરવામાં આવે તો બાળકોને ગરમીથી રાહત મળી શકે. આ માગણી હજુ પણ સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ વિચારાધીન છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ ખોટા છે. સંચાલક મંડળની માગણી સ્વીકારાઈ હોવાનો દાવો કરતા આ મેસેજ માત્ર અફવા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવે, ત્યાં સુધી વાલીઓ અને શાળા પ્રશાસને 8 જૂનથી સ્કૂલો શરૂૂ થશે તેમ માનવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *