વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઇંગ્લીશ દારૂૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ 19 ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ જામનગર કોર્પોરેટરનો હિસ્ટ્રીશીટર પુત્રને રાજકોટ રેન્જની ટીમે ચોટીલા નજીકથી પકડી પાડ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવાની આપેલ સુચનાથી રેન્જ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને ટીમ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતાં તે દરમિયાન પીએસઆઇ સી.એમ.કાંટેલીયા અને ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂૂના ગુનામાં નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં જામનગર) ને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સારૂૂ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી હિતેશ ઉર્ફે વાંગો ગુનાખોરીની દુનિયાનો જાણીતો ચહેરો છે. પોલીસ રેકોર્ડ મુજબ તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 16 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
જેમાં મર્ડરના 2 ગુના, ખૂનની કોશિશના 2 ગુના, ધાડ પાડવાની પ્રયાસનો 1 ગુનો, મારામારીના 5 ગુના, દારૂૂના 4 ગુના અને છેડતી જેવા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, વર્ષ 2024માં જામનગર પંચ એ ડીવીઝન પોલીસ મથકે તેની સામે ખૂનની કોશિશનો અને વર્ષ 2023માં જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી જામનગરના વોર્ડ નં.10 માં ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાનો પુત્ર થાય છે.આ કામગીરીમાં પીએસઆઇ સી.એમ.કાટેલીયા, પી.સી.સરતેજા અને ટીમના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ તથા બલદેવસિહ વીરદી જોડાયેલ હતા.
