સરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશે

  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂૂબરૂૂ મુલાકાતો અને મક્કમ…

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂૂબરૂૂ મુલાકાતો અને મક્કમ ફોલોઅપના પરિણામે આજે HTAT પરિવાર માટે અત્યંત ઐતિહાસિક અને આનંદદાયક નિર્ણય સામે આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તા.29/05/2026ના રોજ બહાર પાડવામાં આવેલ સત્તાવાર પત્ર દ્વારા સીધી ભરતીથી HTAT મુખ્યશિક્ષક તરીકે જોડાયેલા શિક્ષક મિત્રો માટે OPS (Old Pension Scheme)તેમજ સેવા સળંગ ગણવા બાબતે મહત્વપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.

તારીખ 29/05/2026 ના પત્ર મુજબ તા.01/04/2005 પૂર્વે સરકારી કે અનુદાનિત શાળાઓમાં સેવા આપીને બાદમાં સીધી ભરતીથી HTAT મુખ્યશિક્ષક તરીકે જોડાયેલા શિક્ષક મિત્રોની અગાઉની સેવા પેન્શન અને રજાના હેતુસર સળંગ ગણવા માટે પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત તા.01/04/2005 બાદ સીધી ભરતીથી HTAT તરીકે જોડાયેલા શિક્ષક મિત્રોની સેવા સળંગ ગણવા બાબતની પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યકક્ષાએ અનેક વખત મજબૂત રજૂઆતો કરવામાં આવી હતી. HTAT સંવર્ગના ન્યાયસંગત હકો માટે સંગઠન સતત પ્રતિબદ્ધ રહી યોગ્ય દલીલો સાથે સરકાર સમક્ષ પ્રશ્ન રજૂ કરતું રહ્યું હતું. આજે તેનું સકારાત્મક પરિણામ મળતા સમગ્ર HTAT પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ અંગે જીલ્લા HTAT અધ્યક્ષ જીતેન્દ્રભાઈ મહેતા એ જણાવ્યું હતું કે, આ નિર્ણય હજારો મુખ્યશિક્ષક મિત્રોના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન હતો. સંગઠનની એકતા, વિશ્વાસ અને સતત સંઘર્ષના કારણે આજે શિક્ષક સમાજને ન્યાય મળ્યો છે. આ માત્ર પ્રશાસનિક નિર્ણય નથી, પરંતુ HTAT સંવર્ગના હક્કોની જીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *