દસ્તાવેજ નોંધણી ઘરે બેઠા થઇ શકશે

ઓનલાઇન પ્રક્રિયાથી સબ રજિસ્ટ્રાર કચેરીના ધક્કા બંધ થશે, બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવા મહેસૂલ વિભાગની તૈયારી રાજ્યમાં આગામી સમયમાં દસ્તાવેજ કરાવવા માટે નાગરિકોને સબ રજીસ્ટ્રારની…

ઓનલાઇન પ્રક્રિયાથી સબ રજિસ્ટ્રાર કચેરીના ધક્કા બંધ થશે, બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવા મહેસૂલ વિભાગની તૈયારી

રાજ્યમાં આગામી સમયમાં દસ્તાવેજ કરાવવા માટે નાગરિકોને સબ રજીસ્ટ્રારની કચેરીએ જવું જ ન પડે અને સમગ્ર કામગીરી ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે તૈયારી શરૂૂ કરી છે. જેમાં નાગરિકે દસ્તાવેજની નોંધણી કરાવવા માટે અરજી કરીને સંબંધિત જરૂૂરી દસ્તાવેજો જોડવાના રહેશે એના આધારે સિસ્ટમ કાર્યરત થશે. જો કોઇ કાગળ ખૂટતા હશે તો પણ અરજદારને જાણ કરીને ઓનલાઇન જ મંગાવાશે. જમીન-મકાનના દસ્તાવેજને લગતી મહત્વની બાબત હોવાથી સંપૂર્ણ સુરક્ષા અને ગુપ્તતા જાળવવા માટે બ્લોક ચેઇન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

નાગરિકો માટે ઇ-ધરા કેન્દ્રથી લઇને જનસેવા કેન્દ્ર સુધી અનેક સેવાઓ સફળતાપૂર્વક શરૂૂ કર્યા બાદ મહેસૂલ વિભાગ હવે તેની મહત્વાકાંક્ષી યોજના તરફ આગળ વધી રહ્યો છે. પ્રાથમિક તબક્કે તેને પહેલા તાલુકા અને જિલ્લા કક્ષાએ લાગુ કરવા માટે તમામ પાસા ચકાસવાની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. એક વખત ઓનલાઇન પ્રથમ અરજીથી લઇને અરજદારને તેનો દસ્તાવેજ મળી જાય ત્યાં સુધીની ફુલપ્રુફ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે સફળ થાય તે પછી તેને સમગ્ર રાજ્યમાં લાગુ પાડવાની શરૂૂઆત કરવામાં આવશે.

હાલ મહેસૂલ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ ઓનલાઇન દસ્તાવેજ કેવી રીતે થઇ શકે તે માટે જમીન-મહેસૂલ અને સબ રજીસ્ટ્રાર કચેરીની કામગીરીથી માહિતગાર અધિકારીઓ તેમજ આઇટી તજજ્ઞો સાથે સતત કવાયત ચાલી રહી છે. જેમાં જમીન કે મકાનના ખરીદ-વેચાણ માટે અરજદાર ઓનલાઇન સિસ્ટમમાં દાખલ થાય ત્યારથી છેલ્લે સુધી તેણે કયા પ્રકારના દસ્તાવેજો જોડવા પડશે અને તેની સામે સબ રજીસ્ટ્રારની કચેરી દ્વારા કેવી રીતે કામગીરી કરાશે તેની રૂૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

મહેસૂલ વિભાગ એ બાબત સુનિશ્ચિત કરવા માગે છે કે પધ્ધતિ એવી રીતે દાખલ કરવી કે નાગરિકને કચેરીમાં આવવાની જરૂૂર ન પડે. આ માટે તંત્ર હાલની પધ્ધતિમાં જે બિનજરૂૂરી લાગશે તે કાગળ ઓછા કરવાની બાબત પણ ચકાસશે. દસ્તાવેજ કરવાનો થાય ત્યારે પક્ષકારોના વિઝ્યુઅલ એટેન્ડન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. દસ્તાવેજ કરવામાં કોઇ ટેકનીકલ મુદ્દો ઉભો થશે કે સહીની બાબતમાં ફેરફાર હશે તો જ નાછૂટકે કોઇ વ્યક્તિને કચેરીમાં જવાની જરૂૂર ઉભી થશે. અરજદારને દસ્તાવેજ પણ ઓનલાઇન જ મળી શકશે. હાલ સમગ્ર બાબત પ્રાથમિક કક્ષાએ હોવા છતાં જો સમગ્ર પધ્ધતિ ફુલપ્રુફ સાબિત થાય તો તેને ઝડપથી લાગુ કરવા મહેસૂલ વિભાગ ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *