મુંબઈમાં 17 દિવસમાં બીજી વખત CNGમાં 2 રૂપિયાનો વધારો

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર…

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીના રીટેલ ભાવમાં પ્રતિ કિલો રૂૂ. 2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો 29 મે 2026 ની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

મુંબઈમાં સીએનજી ગ્રાહકો માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 17 દિવસની અંદર જ કિંમતોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ગત 14 મે ના રોજ પણ સીએનજીના ભાવમાં રૂૂ. 2 નો વધારો કરાયો હતો, જેના કારણે કિંમત રૂૂ. 82 થી વધીને રૂૂ. 84 થઈ હતી. હવે આ તાજા વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીનો રેટ રૂૂ. 84 થી વધીને રૂૂ. 86 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. કંપની દ્વારા તમામ ડીલરોને સુધારેલા દરો તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે.

આ ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતા પણ મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં હાલમાં સીએનજીનો ભાવ રૂૂ. 83.09 પ્રતિ કિલોગ્રામ છે, એટલે કે મુંબઈમાં સીએનજી હવે દિલ્હી કરતાં રૂૂ. 1 જેટલો મોંઘો મળી રહ્યો છે. જોકે, બીજી તરફ નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોની સરખામણીએ મુંબઈમાં સીએનજી હજુ પણ રૂૂ. 7 જેટલો સસ્તો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *