ગુજરાતની 15માંથી 8 મનપામાં મહિલા મેયર

ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી મહિલા શક્તિ રાજ્યના રાજકીય-સામાજિક વિકાસને નવી પાંખો આપશે ગુજરાતના શહેરી રાજકારણમાં મહિલાશક્તિનો દબદબો વધુ મજબૂત બન્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી…

ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી મહિલા શક્તિ રાજ્યના રાજકીય-સામાજિક વિકાસને નવી પાંખો આપશે

ગુજરાતના શહેરી રાજકારણમાં મહિલાશક્તિનો દબદબો વધુ મજબૂત બન્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી 8 મહાનગરપાલિકામાં મહિલા મેયરોની વરણી થતાં સ્થાનિક સ્વરાજની રાજનીતિમાં મહિલા નેતૃત્વને નવી ઓળખ મળી છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં 33 ટકા મહિલા અનામત લાવવા માંગે છે, તે ફક્ત વાતો જ નથી પણ હકીકત છે તેનો પુરાવો ગુજરાત ભાજપે 15માંથી 8 મનપામાં પાંચ મેયર નીમીને આપી દીધો છે.

તાજેતરમાં વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગે મહિલાઓને શહેરના પ્રથમ નાગરિક તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ નિર્ણયને મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
રાજકારણમાં મહિલાઓને સહભાગી બનાવીને દેશને વિકાસની કેડી પર આગળ લઈ જવાના પીએમ મોદીના વિઝનને ભાજપે ઉપાડી લીધું છે. આમ હિંદુત્વની પ્રયોગશાળા બનેલું ગુજરાત હવે મહિલા શક્તિના ઉદભવની પણ પ્રયોગશાળા બની રહ્યું છે. આ મહાનગરપાલિકામાં થયેલી નિમણૂકને આગામી વિધાનસભા અને 2029માં યોજાનારી લોકસભા ચૂંટણી પૂર્વેના મહિલા હિસ્સેદારીનો મોટો પ્રયોગ માનવામાં આવી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં માયાબેન માવાણી નવા મેયર બન્યા છે. જ્યારે સુધાકાર ચૌધરીને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મનપાના નવા મેયર તરીકે દક્ષા પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓનું સુકાન સંભાળશે. ભાવનગર શહેરના નવા મેયર તરીકે ઉષા તલરેજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે કમલેશ ડાભી ડેપ્યુટી મેયર બન્યા છે. વડોદરામાં ગીતા મકવાણા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે પસંદ થયા છે.

મહેસાણા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સોનલબેન ઓઝા શહેરના સર્વપ્રથમ મેયર બન્યા છે, જેને લઈને શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીધામ મનપામાં પણ મેયર સહિતના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહિલા નેતૃત્વને મહત્વ આપવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાના નવા મેયર તરીકે મોનીકા વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *