ચીન-ભારતનો LAC વિવાદ ઉકેલાયો, મેરેથોન બેઠકમાં 3 ‘રેડ લાઈન’ નક્કી

બેઈજિંગમાં યોજાયેલી બેઠકમાં ઐતિહાસિક સહમતી, પ્રોટોકોલ નક્કી થયા સાઉથ એશિયાના બે મહાબલીઓ એટલે કે ભારત અને ચીને આખરે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી…

બેઈજિંગમાં યોજાયેલી બેઠકમાં ઐતિહાસિક સહમતી, પ્રોટોકોલ નક્કી થયા

સાઉથ એશિયાના બે મહાબલીઓ એટલે કે ભારત અને ચીને આખરે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા વર્ષો જૂના વિવાદને હંમેશા માટે દફનાવવા માટે મન બનાવી લીધું છે. બેઇજિંગની ધરતી પર બંને દેશોના દિગ્ગજ અધિકારીઓ વચ્ચે કલાકો સુધી મેરેથોન બેઠકનો દોર ચાલ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સરહદી મામલાઓને લઈને યોજાયેલી આ રાજદ્વારી બેઠકોમાં સરહદ પર હંમેશા માટે શાંતિ જાળવી રાખવા અંગે ત્રણ એવી મોટી ’રેડ લાઇન’ નક્કી કરી દેવામાં આવી છે, જેના પર બંને દેશો વચ્ચે ઐતિહાસિક સહમતી બની ગઈ છે.

આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક બેઠકની કમાન બંને દેશોના અનુભવી રાજદ્વારીઓના હાથમાં હતી. ચીની વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હોઉ યાનકી અને ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજીત ઘોષે મળીને આ વર્કિંગ મેકેનિઝમ ફોર ક્ધસલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC)ની મહાબેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. ટેબલ પર માત્ર વિદેશ મંત્રાલયના જ લોકો બેઠા નહોતા, પરંતુ બંને દેશોના મિલિટરી, હોમ અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના મોટા-મોટા સૂરમાઓ પૂરી તૈયારી અને ભારે-ભરખમ ફાઇલો સાથે આમને-સામને ડટેલા હતા!

કલાકો સુધી ચાલેલી આ મગજમારી દરમિયાન મુખ્યત્વે આ 3 ’રેડ લાઇન’ પર પૂરો ફોકસ રહ્યો, જે બંને દેશો વચ્ચેના સંબંધોનું ભવિષ્ય પણ નક્કી કરશે. બંને દેશો વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ની એ જટિલ અને ગૂંચવાયેલી સરહદને લઈને બિલકુલ આરપારની વાત થઈ છે, જેથી ભવિષ્યમાં લાઇન પાર કરવાનો કોઈ પણ બહાનો કે ભ્રમ બાકી ન રહે., સરહદ પર કોઈ પણ અપ્રિય ઘટના, આમને-સામનેની ઝડપ કે ટકરાવને રોકવા માટે મજબૂત જમીની વ્યવસ્થાઓ અને સખત પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા અને બંને પક્ષોએ આ વાત પર સહમતી દર્શાવી છે કે સરહદી વિસ્તારોમાં લાંબા સમયથી શાંતિ અને સ્થિરતા બનેલી છે અને તેને દરેક પરિસ્થિતિમાં આગળ પણ જાળવી રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *