અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોવાથી અહિ ઉધોગોનો વિકાસ નહિવત હોવાથી આ જિલ્લાના મોટાભાગના યુવાધન રોજગારી અર્થે સૌથી વધુ સુરત સ્થાયી થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા માથી મોટા પ્રમાણ માં બસ સેવા સુરત સાથે જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના બગસરા ડેપોની બગસરા – વડિયા – સુરત બસ સાંજે પાંચ વાગ્યાં આસપાસ વડિયા આવી સુરત જવા રવાના થાય છે. આ પેસેન્જર સાડા ચાર વાગ્યાં આસપાસ વડિયા બસસ્ટેન્ડ આવવા ઘરે થી નીકળતા હોય ત્યારે રાત્રે સમય સર હોટેલમાં બસ સ્ટોપ આવે તેં ખુબ જરૂૂરી છે. પેહલા આ બસ જે હોટેલમાં સ્ટોપ લેતી હતી તેં હોટેલ માં ગ્રાહકોને વેચવામાં આવતી વસ્તુઓના છાપેલી કિંમત થી વધુ ભાવ લેવામાં આવતા હતા અને ગ્રાહકો સાથે જાણે ઉઘાડી લૂંટ થતી હોય તેવુ લોકો પાસેથી જાણવા મળ્યું હતુ સાથે અગિયાર વાગ્યાં આસપાસ તેં સ્ટોપ થતા પેસેન્જર ને હાલાકી પડતી હતી.
ત્યારે આ બાબતે પ્રિન્ટ થી વધુ ભાવ લેવા બાબતે વડિયાના પીઢ પત્રકાર ભીખુભાઇ વોરા આ બસ માં મુસાફરી કરી આ હોટેલની રૂૂબરૂૂ મુલાકાત લઇ સમગ્ર ઘટના તપાસ્યા બાદ ત્યાં થતી ગ્રાહકો પાસેથી વધુ ભાવ રૂૂપી થતી ઉઘાડી લૂંટનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યા બાદ એસટી વિભાગને લેખિત માં ફરિયાદ કરતા આ બાબતે વિવિધ પ્રિન્ટ મીડિયા દ્વારા આ બાબતે અવાજ ઉઠાવવા માં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં અવાજ ઉઠ્યા બાદ એસટી વિભાગનું તંત્ર સફાળું જાગીને આ બાબતે તપાસ કરી બગસરા વડિયા સુરત બસ નો રાત્રીના સમયે હોટેલ નો સ્ટોપનો સમય 9:00વાગ્યાં આસપાસનો ફેરફાર કરી હોટેલ પણ બદલવામાં આવતા વડિયાના જાગૃત નાગરિક અને પીઢ પત્રકાર ના અવાજે અંતે એસટી વિભાગને કાર્યવાહી કરવા મજબુર કર્યા હોય તેવુ જોવા મળી રહ્યું છે.
હાલ આ બસના સ્ટોપ નો સમય અને હોટેલ બંને બદલાતા હવે આ બસમાં મુસાફરી કરતા લોકો સાંજે નવ વાગ્યાં આસપાસ હોટેલમાં નાસ્તો કે ભોજન લઇ શકશે સાથે પ્રિન્ટ કરતા ઉંચી કિંમતની ખરીદવા મજબુર બનતા હતા તેમાંથી છુટકારો મળશે તેથી મુસાફરો માં પણ આનંદ ની લાગણી જોવા મળી હતી.સાથે સોશ્યલ મીડિયામાં પણ આ બાબતની સરાહના થતી જોવા મળી હતી.જો કે આ ઘટના પછી GSRTC વિભાગે જાગીને સમગ્ર રાજ્યમાં એસટી બસના સ્ટોપ જ્યાં છે તેં હોટેલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી આ બાબતે ચકાસણી કરવી જરૂૂરી બને છે જો કોઈ આવી ઘટના સામે આવે તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગણી પણ જોવા મળી રહી છે.
