ઈરાનના યુધ્ધ વિરામના મુસદ્ાને અમેરિકાએ ફગાવ્યો, હોર્મુઝમાં તણાવ વધતા વિશ્ર્વભરમાં ઈંધણની સમસ્યા વકરશે
મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ફરી એકવાર અમેરિકા અને ઈરાન આમને-સામને આવી ગયા છે. હોર્મુઝની ખાડી નજીક અમેરિકી સેનાએ ઈરાનના ચાર હુમલાખોર ડ્રોનને તોડી પાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના માત્ર બંને દેશો વચ્ચેના સંબંધોને જ નહીં પરંતુ વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપારને પણ સીધી અસર કરી શકે છે. સાથેસાથ અમેરિકાએ ઈરાનના હોર્મુઝ સ્ટેટ ખોલવાના મુસદાને પણ ફગાવી દેતા સંકટ વધુ ઘેરૂ બન્યું છે.
રિપોર્ટ અનુસાર અમેરિકી સેનાએ ઈરાનના ડ્રોનને ત્યારે નિશાન બનાવ્યા જ્યારે તેઓ હોર્મુઝની ખાડી નજીક વ્યાપારી જહાજો અને અમેરિકી હિતો માટે ખતરો બની રહ્યા હતા. અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો કે આ કાર્યવાહી “ડિફેન્સિવ ઓપરેશન” તરીકે કરવામાં આવી હતી. હુમલા દરમિયાન ઈરાનના ચાર એકમાર્ગી હુમલાખોર ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે પાંચમો ડ્રોન લોન્ચ થાય તે પહેલાં જ નિયંત્રણ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ આ હુમલો ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસ નજીક થયો હતો. અમેરિકી સૈન્યએ ત્યાં આવેલા ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને પણ નિશાન બનાવ્યું હતું. આ વિસ્તાર હોર્મુઝ સ્ટ્રેટ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસનો વેપાર આ માર્ગ દ્વારા થાય છે. જો અહીં તણાવ વધે અથવા જહાજોની અવરજવર પર અસર પડે તો વૈશ્વિક તેલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે.
તાજેતરના મહિનાઓમાં ઈરાને અનેકવાર હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવાની વાત કરી છે. બીજી તરફ અમેરિકા સતત કહી રહ્યું છે કે આ માર્ગ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો રહેવું જરૂૂરી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કહ્યું હતું કે હોર્મુઝ પર ઈરાન અથવા અન્ય કોઈ દેશનું નિયંત્રણ સ્વીકારવામાં નહીં આવે.
અહેવાલો મુજબ એપ્રિલમાં થયેલા અસ્થાયી યુદ્ધવિરામ બાદ બંને દેશો વચ્ચે સીધી અથડામણ ઘટી હતી, પરંતુ છેલ્લા 48 કલાકમાં આ બીજી મોટી ઘટના બની છે. અમેરિકાએ અગાઉ પણ ઈરાનના બોટ્સ અને મિસાઈલ સાઇટ્સને નિશાન બનાવ્યા હતા, કારણ કે તેઓ અમેરિકી સૈનિકો અને વેપારી જહાજો માટે જોખમ બની રહ્યા હતા. ઈરાને આ કાર્યવાહીનો વિરોધ કરતાં કહ્યું છે કે અમેરિકી હુમલા ભયફતયરશયિ ફલયિયળયક્ષનિુંં ઉલ્લંઘન છે. જોકે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે આ પગલાં માત્ર સુરક્ષા હેતુથી લેવામાં આવ્યા હતા.
હોર્મુઝ ખાડીમાં તણાવ વધતા જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતા વધી ગઈ છે. વૈશ્વિક તેલ સપ્લાયનો મોટો હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે. જો સ્થિતિ વધુ બગડે તો તેલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે, જેના સીધા પ્રભાવ ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થાઓ પર પડશે.
દરમ્યાન ઈરાન યુદ્ધના અંત અને વ્યૂહાત્મક ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરીથી ખોલવા અંગેના અહેવાલો પર મોટો વળાંક આવ્યો છે. ઈરાનના નાણાકીય મીડિયા આઉટલેટ ’ઇક્તેસાદ ઓનલાઇન’ અને ઈરાની સરકારી ટેલિવિઝન દ્વારા અમેરિકા સાથે યુદ્ધ વિરામ માટેના જે પ્રારંભિક અને અનૌપચારિક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ ના મુસદ્દાનો દાવો કરાયો હતો, તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન ’વ્હાઇટ હાઉસ’ ની રેપિડ રિસ્પોન્સ ટીમે સત્તાવાર રીતે ફગાવી દીધો છે. વ્હાઇટ હાઉસે ઈરાની મીડિયાના આ દાવાઓને સદંતર વાહિયાત અને તથ્યવિહીન ગણાવતા વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને બજારોમાં ફરી એકવાર ભારે ઉત્તેજના અને મૂંઝવણનો માહોલ સર્જાયો છે.
વ્હાઇટ હાઉસની રેપિડ રિસ્પોન્સ ટીમે ઈરાનની સરકારી ચેનલો અને મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એમઓયુના મુસદ્દા પર આકરા પ્રહારો કરતા સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે, “ઈરાન નિયંત્રિત મિડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો આ અહેવાલ સંપૂર્ણપણે અસત્ય છે અને તેઓ જે એમઓયુ મુસદ્દો બહાર પાડ્યાનો દાવો કરી રહ્યા છે તે માત્ર અને માત્ર મનની ઉપજાવેલી વાર્તા તથા સંપૂર્ણપણે ઘડી કઢાયેલી બનાવટ છે. ઈરાનના સરકારી મીડિયા દ્વારા જે કંઈ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે તેના પર વિશ્વના કોઈ પણ દેશે કે નાગરિકોએ વિશ્વાસ કરવાની બિલકુલ જરૂૂર નથી.
હોર્મુઝમાં દાદાગીરી કરશો તો ઉડાવી દઈશ, ટ્રમ્પની ઓમાનને ધમકી
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જૂના સાથી એવા ઓમાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર કોઈ એક દેશનું નિયંત્રણ ચલાવી લેવામાં આવશે નહીં, પછી ભલે તે ઓમાન કેમ ન હોય! ઈરાન અને ઓમાન વચ્ચે એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી સંયુક્તપણે ’ટોલ’ ઉઘરાવવાની વાત હતી. આ માર્ગ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વનો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ અહેવાલોને માત્ર ’ખોટા’ અને અસ્વીકાર્ય ઠેરવ્યા છે. ટ્રમ્પે ઓમાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળસીમા છે. કોઈ પણ દેશ તેને કંટ્રોલ કરી શકશે નહીં. ઓમાને પણ અન્ય દેશોની જેમ ’વર્તવું’ પડશે, અથવા તો અમારે તેમને ’ઉડાવી’ દેવા પડશે. તેઓ આ વાત સારી રીતે સમજે છે. ઓમાન દાયકાઓથી વોશિંગ્ટનનું વિશ્વાસુ ગલ્ફ પાર્ટનર રહ્યું છે. તે અનેકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિદૂત તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યું છે.
