અલિયાબાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણ અને મુસાફરોની સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા, અલીયાવાડા સ્ટેશન યાર્ડ સ્થિત જૂના બ્રિજ નંબર 311 ને…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણ અને મુસાફરોની સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા, અલીયાવાડા સ્ટેશન યાર્ડ સ્થિત જૂના બ્રિજ નંબર 311 ને આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યો છે. આ કાર્યથી પાણીના નિકાલની ક્ષમતામાં વધારો થવાની સાથે-સાથે રેલવે ટ્રેકની સુરક્ષા અને મજબૂતીમાં પણ વધારો થયો છે.

આ કાર્ય તારીખ 20 મે, 2026 ના રોજ રાજકોટ ડિવિઝનના અલીયાવાડા સ્ટેશન પર પ્રસ્તાવિત ડબલિંગ (દોહરીકરણ) પ્રોજેક્ટ અંતર્ગત ક્ધસ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા માત્ર 7 કલાકના બ્લોકમાં અત્યંત ઝીણવટભર્યા આયોજન અને કુશળ સંકલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્ય દરમિયાન ટ્રેક હટાવવો, જૂના પુલને તોડવો, નવા બોક્સ અને બેઝ સ્લેબ ગોઠવવા, ફરીથી ટ્રેક બિછાવવો અને ઓએચઈ (OHE) એડજસ્ટમેન્ટ જેવા જટિલ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યા હતા, જે બાદ રેલવે ટ્રાફિકને ફરીથી સામાન્ય રીતે શરૂૂ કરી દેવામાં આવ્યો હતો.અલીયાવાડા સ્ટેશન યાર્ડમાં સ્થિત બ્રિજ નંબર 309, 310 અને 311 ના પુન:નિર્માણનું મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ કાર્ય ક્ધસ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જે ડિવિઝનના કુશળ આયોજન, ઉત્કૃષ્ટ સંકલન અને ઝડપી અમલીકરણની ક્ષમતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *