‘આપ’ના 12 ઉપપ્રમુખ-14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

પાયલ સાકરિયા મહિલા મોરચા, બ્રિજરાજ સોલંકી યુવા મોરચાના પ્રમુખ જ્યારે અજિત લોખીલને સંગઠન મંત્રીની જવાબદારી ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના…

પાયલ સાકરિયા મહિલા મોરચા, બ્રિજરાજ સોલંકી યુવા મોરચાના પ્રમુખ જ્યારે અજિત લોખીલને સંગઠન મંત્રીની જવાબદારી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.

સંગઠનના અન્ય મહત્વના હોદ્દાઓ પર નજર કરીએ તો, અનુપ શર્માને પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ મોરચાની કમાન પણ યુવા ચહેરાઓને સોંપાઈ છે. જેમાં પાયલ સાકરીયાને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે બ્રિજસિંહ સોલંકીને યુવા મોરચાના પ્રમુખ જ્યારે ધાર્મિક માથુકીયાને છાત્ર (વિદ્યાર્થી) મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. છેવાડાના કાર્યકરો સુધી પહોંચવા અને સંગઠનને પાયાથી મજબૂત કરવા માટે પાર્ટીએ 14 જેટલા સંગઠન મંત્રીઓની પણ નિમણૂક કરી છે.

આ યાદીમાં ડો. કરણ બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણગઢ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલીયા, રાજુ બોખરતરિયા, અજીત લુખીલ અને ડો. કિરીટસિંહ રાણાને સંગઠન મંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આમ, આખી યાદીમાં પક્ષે નવા અને અનુભવી બંને પ્રકારના નેતાઓનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *