11 જૂનથી શરૂ થશે વર્લ્ડ કપ, 19 જુલાઇના ફાઇનલ
ક્રિકેટમય મે મહિનાનો અંત નજીક આવી રહ્યો છે અને પછી જે જૂન મહિનો શરૂૂ થશે એ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણકે એ મહિનામાં એવો ફિફા વર્લ્ડ કપ શરૂૂ થશે જેમાં વિશ્વની આ સૌથી લોકપ્રિય રમતના બે લેજન્ડ લગભગ છેલ્લી વખત રમતા જોવા મળશે અને એ આ વર્લ્ડ કપ માટેના સત્તાવાર સોન્ગ ‘ડાય ડાય…’નું ટીઝર તાજેતરમાં પોપ સુપરસ્ટાર શકિરા દ્વારા લોન્ચ થયું હતું. શકિરાએ ‘ડાય ડાય…’નું ટીઝર લોન્ચ કરીને ફૂટબોલપ્રેમીઓને રોમાંચિત કરી દીધા છે અને વર્લ્ડ કપ માટેની તેમની આતુરતા વધારી દીધી છે. શકિરાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ હાઇ-એનર્જી રીલ શેર કરી છે જેમાં અમુક સ્ટાર-સુપરસ્ટાર ખેલાડીઓની રોમાંચક મેચોની ઝલક ‘કમિન્ગ સૂન’ની કેપ્શન સાથે બતાવાઈ છે. આ સોન્ગમાં શકિરાને બર્ના બોય નામનો સિંગર સાથ આપી રહ્યો છે. 19મી જુલાઈએ ન્યૂ જર્સીમાં ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રમાશે અને પહેલી વખત ફાઇનલના હાફ-ટાઇમ વખતે મ્યૂઝિક શો યોજાશે જેમાં શકિરા પર્ફોર્મ કરશે. આ શોમાં શકિરાની સાથે મડોના પણ પર્ફોર્મ કરશે. આ શોના મુખ્ય આર્ટિસ્ટિક ડિરેકટર ‘કોલ્ડપ્લે’ના ક્રિસ માર્ટિન છે.
