જોઇન્ટ કસ્ટોડિયનની ‘કારીગરી’, ભંગારના બહાને 8.70 કરોડની રોકડ ભરેલા બોકસ લઇ ફરાર

અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) માં કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં છેલ્લા બે વર્ષથી જોઇન્ટ…

અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) માં કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં છેલ્લા બે વર્ષથી જોઇન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હરસિધ્ધ કડીયાર આરબીઆઈ ની રોકડ ભરેલા 14 બોક્સ ભંગારના નામે સિક્યુરિટીને ગેરમાર્ગે દોરીને બેંકમાંથી બહાર લઈ ગયો હતો.

આરોપીએ પકડાઈ ન જવા માટે આરબીઆઈના ઇ-કુબેર પોર્ટલ પર ખોટા બેલેન્સ સર્ટિફિકેટ સબમિટ કર્યા હતા. જોકે, નવા કસ્ટોડિયનના ઓડિટ દરમિયાન ₹500 ના દરની 174 રીમ ઓછી જણાતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ આ નાણાં બિટકોઇનમાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આરોપી હરસિધ્ધએ 13 જાન્યુઆરી રોજ રૂૂપિયા ભરેલા બોક્ષ ઇઘઇના સ્ટોર રૂૂમ મુકાવી દીધા હતા..અને બેન્ક બંધ થઇ ગયા બાદ બે મજૂરો સાથે બેન્કમાં જઇને પૈસા ભરેલ 14 બોક્સો લઇ જતો હતો, જ્યાં સિક્યુરિટીએ બોક્ષ વિશે પૂછતા આરોપી હરસિધ્ધ કહ્યું કે ભંગારના બોક્સ લઇ જઉ છું તેમ કહીને ગેરમાર્ગે દોર્યા હતા. આરોપીએ કોઈને શંકા ન થાયએ માટે રેગ્યુલર બેન્કમાં આવતો, સાથે છઇઈંના ઇ-કુબેર પોર્ટલમાં ખોટા બેલેન્સ સર્ટિફિકેટ અને ચેસ્ટ સ્લીપ સબમીટ કરી રેકોર્ડ પર રૂૂ. 8.70 કરોડ બતાવ્યા હતા..જોકે નવા કસ્ટોડિયન આવત જ ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, ઓડિટ થતા કરન્સી ચેસ્ટમાં 500ના દરની 174 રીમ ઓછી જણાઇ હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ આ રૂૂપિયા બિટકોઇન નાખ્યા હોવાનું સામે આવ્યું છે જે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે, સાથે આરોપીને પકડવા પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *