એક કીડીની કિંમત અધધધ રૂા.25000

બાઇબલમાં જે કીડીને શાણપણ અને મહેનતનું પ્રતીક માનવામાં આવી છે, તે જ કીડી આજે આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. કેન્યાના નૈરોબીમાં સ્થિત…

બાઇબલમાં જે કીડીને શાણપણ અને મહેનતનું પ્રતીક માનવામાં આવી છે, તે જ કીડી આજે આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. કેન્યાના નૈરોબીમાં સ્થિત જોમો કેન્યાટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વન્યજીવ તસ્કરીનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ચીની નાગરિક ઝાંગ કેકુન પોતાના સામાનમાં ખાસ પ્રકારની ટ્યુબ અને સિરીંજમાં 2,200 થી વધુ જીવંત કીડીઓ છુપાવીને ચીન જવાની ફિરાકમાં હતો, ત્યારે સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડ્યો છે.આ કોઈ સામાન્ય કીડીઓ નથી. આ પ્રજાતિને ’મેસોર સેફાલોટ્સ’ અથવા ’વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડી’ તરીકે ઓળખવામાં આવે છે.

વિદેશી પાલતુ બજારોમાં આ કીડીઓની ભારે માંગ છે. ઓનલાઈન સ્ટોર્સના ડેટા મુજબ, આ પ્રજાતિની એક ’રાણી કીડી’ની કિંમત યુરોપ અને એશિયામાં 235 પાઉન્ડ (આશરે ₹25,000 થી વધુ) સુધી બોલાય છે. તસ્કર કેકુને આ કીડીઓ કેન્યાના સ્થાનિક શખ્સ પાસેથી માત્ર 100 શિલિંગ (આશરે ₹60) માં ખરીદી હતી. કીટશાસ્ત્રીઓના મતે, આ કીડીઓ સવાના અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વની છે. તેઓ ઘાસના બીજ એકત્રિત કરી તેને જમીનમાં વિખેરે છે, જે પશુધન અને વન્યજીવો માટે ઘાસચારો પૂરો પાડવામાં મદદરૂૂપ થાય છે. જો આ કીડીઓની આડેધડ ચોરી કરવામાં આવે, તો આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ શકે છે. વળી, આ કીડીઓને તેમના મૂળ નિવાસસ્થાનમાંથી બીજા દેશમાં લઈ જવાથી ત્યાં ’જૈવિક આક્રમણ’નું જોખમ પણ રહે છે, જે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *