ટેસ્ટિંગ સ્ટેશનો સામે તપાસ કરવા સરકારના આદેશ

વાહનોના બોગસ ફિટનેશ સર્ટિ.ની થશે તપાસ, આર.ટી.ઓ.ને રેકોર્ડ વેરિફાઇ કરવા સૂચના ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે રાજ્યના તમામ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS)ની સરપ્રાઈઝ તપાસનો આદેશ આપ્યો છે.…

વાહનોના બોગસ ફિટનેશ સર્ટિ.ની થશે તપાસ, આર.ટી.ઓ.ને રેકોર્ડ વેરિફાઇ કરવા સૂચના

ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે રાજ્યના તમામ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS)ની સરપ્રાઈઝ તપાસનો આદેશ આપ્યો છે. આ પગલું વ્યાપારી વાહનોને બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના મોટા પાયાના આરોપો સામે આવ્યા બાદ લેવામાં આવ્યું છે.

ગાંધીનગર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આ આદેશથી રાજ્યના આરટીઓ કાર્યાલયોમાં હલચલ મચી ગઈ છે. ખાસ કરીને અમદાવાદના સુભાષ બ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં અધિકારીઓ ATSના રેકોર્ડ્સ વેરિફાઈ કરવામાં લાગ્યા છે.ગયા વર્ષે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH)ના નિર્દેશ મુજબ આરટીઓ પરના વર્કલોડ અને કથિત ભ્રષ્ટાચારને કારણે વ્યાપારી વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કામ આરટીઓ પાસેથી છીનવીને ખાનગી ATS સેન્ટરોને સોંપવામાં આવ્યું હતું. હવે તે જ ATS સેન્ટરો વિરુદ્ધની ફરિયાદોની તપાસની જવાબદારી વળી આરટીઓને સોંપવામાં આવી છે.

રાજ્યમાં 60થી વધુ ATS સેન્ટરો કાર્યરત છે, જેમાં અમદાવાદમાં સાત સેન્ટરો સામેલ છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન, લક્ઝરી બસ અને અન્ય વ્યાપારી વાહનોને દર બે વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે.ગાંધીનગરમાં બે ATS સેન્ટરો ખઉ ખજ્ઞજ્ઞિંતિ અને ટશતીફહની તપાસ દરમિયાન અધિકારીઓએ ત્રણ મહિનાના ઓપરેશનલ ડેટા માંગ્યા હતા. એક ઓપરેટર તરફથી અપૂર્ણ રેકોર્ડ્સ મળતાં અનિયમિત વ્યવહારો અને બોગસ ફિટનેસ સર્ટિફિકેટના આરોપો મજબૂત થયા છે.

એક આરટીઓ અધિકારીએ કહ્યું, ભ્રષ્ટાચાર ઘટાડવાના નામે આરટીઓ પાસેથી કામ લઈ લેવામાં આવ્યું. હવે સરકારને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે અને તપાસની જવાબદારી વળી અમને જ સોંપવામાં આવી છે. આ ખૂબ જ વિચિત્ર વ્યવસ્થા છે. આ તપાસથી ATS સેન્ટરોમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ વિભાગ આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *