અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી ગઈ હોય અને ઉમેદવારોએ મોટા મોટા વાયદાઓ આપ્યા હોય તે અહીંયા પોકર સાબિત થયા છે ખુદ વિજેતા થયેલ ઉમેદવારો એ જ પાણી ન છોડવાની સૂચના આપતા બગસરા શહેરના નટવર નગરમાં મફત વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો જાણવા મળ્યા મુજબ સોમનાથ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અંતર્ગત ગયેલ વોર્ડ નંબર એકના સદસ્ય દ્વારા નટવર નગરના વિસ્તારમાં આવેલ ટાંકા માંથી પાણી નહીં છોડવાની વાલમેન ને સૂચના આપેલ અને તેમણે અન્ય લોકોએ જાણ કરેલ ત્યારે તે વોર્ડ ના ચૂંટાયેલા ઉમેદવારે કહ્યું હતું કે અમો બસ લઈને આવીએ અને અમારી સાથે તે વિસ્તારના લોકો સોમનાથ કાર્યક્રમમાં સાથે આવ્યા છે તેને પાણી ભરવાનું રહી જાય અમે આવીએ પછી જ પાણી ચાલુ થશે આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકીયો અને તેમણે મીડિયાનો સહારો લીધો અને મીડિયા ત્યાં પહોંચતા પાણી છોડવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ પણ મીડિયાનો આભાર માન્યો હતો હાલ 40 થી 42 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો પાણી હોવા છતાં પાણી માટે વલખાં મારતાં ભારે રોષ જોવા મળ્યો આ વિસ્તારના લોકો પાણીના ટાંકા. પર મહિલાઓ તથા લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા આ બાબતે લઈને તંત્રને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી અને પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી અંતે પાણી છોડતા સ્થાનિક લોકોએ રાહત શ્વાસ લીધો હતો.
બગસરાના નટવરનગર વિસ્તારમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકો
અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી ગઈ હોય અને ઉમેદવારોએ મોટા મોટા વાયદાઓ આપ્યા હોય તે અહીંયા પોકર સાબિત થયા છે ખુદ વિજેતા થયેલ…
