કાલે ચીન મુલાકાત પહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાણ કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જતા પહેલા બુધવારે થોડોક સમય પાકિસ્તાનમાં રોકાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફએ દાવો કર્યો છે કે…

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જતા પહેલા બુધવારે થોડોક સમય પાકિસ્તાનમાં રોકાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફએ દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 2 કલાક ઈસ્લામાબાદમાં રોકાય તેવી શક્યતા છે. જો કે આસિફે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી.

પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જતી વખતે માર્ગમાં કેટલાક કલાકો માટે પાકિસ્તાનમાં રોકાય તેવી શક્યતા છે. તેઓ નૂરખાન એરબેઝ પર ઉતરાણ કરે તેવી સંભાવના છે. ટ્રમ્પના પાકિસ્તાનમાં રોકાણની આશા એટલા માટે છે, કારણ કે તેઓ તાજેતરમાં પાકિસ્તાની સેનાધ્યક્ષ અને પીએમ શાહબાજ શરીફની પ્રશંસા કરતા રહે છે.

જો ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જતા પહેલા ઈસ્લામાબાદમાં રોકાણ કરે છે, તો આ બે દાયકામાં કોઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની પહેલી પાકિસ્તાન યાત્રા હશે. આના પહેલા અફઘાનિસ્તાન યુદ્ધ વખતે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જોર્જ ડબ્લ્યૂ બુશે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનેલા બરાક ઓબામા, જો બાઈડન અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાન આવ્યા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સાંજે ચીન પહોંચશે. બીજિંગમાં તેમની ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત થવાની છે. ટ્રમ્પની 13થી 15 મે દરમિયાનની ચીન મુલાકાત અને જિનપિંગ સાથેની બેઠકને લઈને વ્હાઈટ હાઉસના મુખ્ય ઉપ પ્રેસ સચિવ અન્ના કેલીએ જાણકારી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *