ઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોત

વહાણમાંથી બચેલા 17 ખલાસીઓને દુબઈ લઈ જવાયા, દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ પર બોમ્બર ડ્રોન ખાબકયું મૃતકના મૃતદેહને વતન લાવવા પ્રક્રિયા ઝડપી…

વહાણમાંથી બચેલા 17 ખલાસીઓને દુબઈ લઈ જવાયા, દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ પર બોમ્બર ડ્રોન ખાબકયું

મૃતકના મૃતદેહને વતન લાવવા પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે માટે સરકારને રજૂઆત કરાઈ

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝ (Strait of Hormuz) માં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું છે. આ ઘટનામાં વહાણના એન્જિન રૂૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું કરૂૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ કરી હતી. આદમ ભાયાએ આ અંગેનો ઈમેલ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને પણ કર્યો છે અને મદદ માંગી છે. બચેલા 17 ખલાસીઓનો વિડીયો પણ સામે આવ્યો છે.

સલાયાનું માલવાહક વહાણ AL FAIZE NOORE SULEMANI-I (રજિસ્ટ્રેશન નં: BDI-1494) 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે આશરે 1:00 વાગ્યે જ્યારે વહાણ હોરમુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂૂ થયું હતું.

આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં ગુજરાતનું વહાણ આવી ગયું હતું. ગોળીબારને કારણે વહાણને ગંભીર નુકસાન થયું હતું અને તેમાં પાણી ભરાવા લાગતા તે ડૂબવા લાગ્યું હતું. આ અફરાતફરી વચ્ચે એન્જિન રૂૂમમાં હાજર અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
દ્વારકાથી ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ કહ્યું કે વહાણ ફેઝે નૂરે સુલેમાની-1ના માલિક તરફથી માહિતી પ્રાપ્ત થઈ કે, આ વહાણમાં કુલ 18 માણસો તારીખ 7 મે 2026ના રોજ દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા.

રાત્રે 12થી 1ની વચ્ચે જે અમેરિકાની ત્રણ નેવી શીપ બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી, એની પાછળ જ અમારું વહાણ હતું. આ દરમિયાન અચાનક ઈરાન અને યુએસની નેવી વચ્ચે ડ્રોન અને રોકેટથી ફાયરિંગ થવા લાગ્યું. એમાં એક ડ્રોન આવીને આ વહાણ પડ્યું, જેમાં અલતાફ તાલબ કેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને ’પ્રેમ સાગર’ નામના સલાયાના જ એક વહાણથી બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે. અને આ માહિતી એસોસિએશનને વહાણના માલિકે આપી છે અને એના આધારે અમે ક્ધસર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરી છે.”

વહાણ ડૂબવા લાગતા અન્ય ખલાસીઓએ જીવ બચાવવા માટે મથામણ શરૂૂ કરી હતી. સદનસીબે, નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ ’ખજટ પ્રેમ સાગર-ઈં’ એ મદદનો હાથ લંબાવ્યો હતો. આ વહાણે ડૂબી રહેલા 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા. બચાવવામાં આવેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશન (ઈંજટઅ) ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્ર અને સરકારને જાણ કરી છે. તેમણે મૃતક યુવાનની અંતિમ વિધિ માટે તેમજ દુબઈ પહોંચેલા બાકીના ખલાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે માંગણી કરી છે. આદમ ભાયાએ મૃતકના ડેથ સર્ટિફિકેટ અને અન્ય કાગળોની કાર્યવાહી તુરંત કરવા પણ અપીલ કરી છે.મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા વેપારી મંડળ પ્રમુખ ભરતભાઈ લાલ સહિત આગેવાનો એના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *