શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યા

ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ…

ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ માર્કેટમાં વેચવાલી નું જોર જોવા મળ્યું હતું. સપ્તાહનો આજે આખરી દિવસ હોવાને કારણે રોકાણકારો કોઈ જોખમ લેવા તૈયાર થયા ન હતા અને વેચવાલી નું જોર જોવા મળ્યું હતું.

માર્કેટમાં 500 પોઈન્ટ નો કડાકો થતા સેન્સેક્સ 77 310 ઉપર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 24,175 પણ જોવા મળી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં પણ વેચવાલી જોવા મળતા બેંક નિફ્ટી 650 તૂટવા પામી હતી.

જોકે ચાંદીમાં આજે પણ તેજી જોવા મળી હતી એક સમયે વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,63,000 સુધી પહોંચ્યો હતો હાલ ચાંદીમાં 3,500 રૂૂપિયા અને સોનામાં ₹600 નો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,55,540 અને ચાંદીનો ભાવ 266,310 ઉપર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *