ગિફટ સિટીમાં કંપનીનું 400 કરોડમાં ઉઠમણું, 33 હજાર રોકાણકારો ફસાયા

માસિક પાંચ ટકા વળતરની લાલચ આપી ‘શૂટ સ્પેસ ડિજિટલ’ કંપનીએ ‘ટેરાબાઈટ ડેટા સ્પેસ’ના નામે લોકોને શીશામાં ઉતાર્યા બે મહિનાથી કં5નીને તાળા મારી પ્રમોટરો ગાયબ, ઓફિસે…

માસિક પાંચ ટકા વળતરની લાલચ આપી ‘શૂટ સ્પેસ ડિજિટલ’ કંપનીએ ‘ટેરાબાઈટ ડેટા સ્પેસ’ના નામે લોકોને શીશામાં ઉતાર્યા

બે મહિનાથી કં5નીને તાળા મારી પ્રમોટરો ગાયબ, ઓફિસે લોકોના ટોળાં ઉમટયા

ગુજરાતના ગિફ્ટ સિટીમાં એક વિશાળ આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ‘શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીએ ‘ટેરાબાઈટ ડેટા સ્પેસ’માં રોકાણના નામે રોકાણકારોને માસિક 5% વળતર આપવાનું વચન આપીને આશરે ₹400 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. આ કિસ્સામાં આશરે 33,000 રોકાણકારો ફસાયા છે. ગુજરાત, હરિયાણા અને ગોવાના મધ્યમવર્ગીય પરિવારો સહિત હજારો લોકોએ સોનું વેચીને, બેંક લોન લઈને કે ઘરની બચત રોકીને આ સ્કીમમાં રોકાણ કર્યું હતું.

કંપનીએ શરૂૂઆતમાં થોડા મહિના સુધી સમયસર વળતર આપીને વિશ્વાસ જીત્યો હતો. ગિફ્ટ સિટીમાં પ્રીમિયમ ઓફિસ, ભૂમિ પૂજન જેવા ભવ્ય કાર્યક્રમો અને મોટા પ્રમાણમાં જાહેરાતો દ્વારા તેણે કોર્પોરેટ છબી બનાવી હતી. રોકાણકારોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ‘ડેટા સ્પેસ’ ખરીદીને ડિજિટલ અર્થતંત્રમાં ભાગીદાર બની રહ્યા છે. પરંતુ છેલ્લા બે મહિનાથી વળતર પૂર્ણપણે બંધ થઈ ગયું છે. કંપનીના ડિરેક્ટર્સ અને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ગઈકાલે સેંકડો રોકાણકારો કંપનીની ઓફિસ બહાર ભેગા થયા હતા. તેઓએ વળતર અને પોતાના પૈસા પરત મેળવવાની માંગ કરી હતી. વાતાવરણ તંગ બનતાં દાભોડા પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણે જણાવ્યું, રોકાણકારોને વચન આપેલું વળતર ન મળવાની ફરિયાદો છે. અમે 20થી 25 ફરિયાદો નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે. ડિરેક્ટર્સને શોધવાનું કામ ચાલુ છે.

રોકાણકારોના કહેવા મુજબ વ્યક્તિગત નુકસાન ₹5 લાખથી ₹3 કરોડ સુધીનું છે. ઘણા લોકોએ આ કંપનીમાં પોતાની આખી જીવનભરની બચત ગુમાવી છે. પોલીસે આ કેસમાં ક્રિમિનલ કાર્યવાહી માટે તપાસ શરૂૂ કરી છે. ગિફ્ટ સિટી જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવી મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવતાં રોકાણકારોમાં આતંકનું વાતાવરણ છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે અને બોર્ડની તપાસની રાહ જુએ. આ કિસ્સો ફરી એક વાર ઉચ્ચ વળતરના લાલચમાં રોકાણ કરતાં પહેલાં સાવધાની રાખવાનું મહત્વ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *