બિહારની ચૌધરી સરકારનું કાલે પ્રધાન મંડળ વિસ્તરણ

આવતીકાલે તા.7મીને ગુરૂવારે બિહારની સમ્રાટ ચૌધરી સરકારના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ ચરણમાં માત્ર મુખ્યમંત્રી…

આવતીકાલે તા.7મીને ગુરૂવારે બિહારની સમ્રાટ ચૌધરી સરકારના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રથમ ચરણમાં માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જ શપથ લીધા હતા. સમ્રાટ સરકારનું આ પ્રથમ વિસ્તરણ છે. એનડીએના વિવિધ ઘટકપક્ષોને આ વિસ્તરણમાં ન્યાય મળવાની આશા છે. જો કે આ વિસ્તરણ અચાનક જ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ તરફથી, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ અને ડો. પ્રમોદ કુમાર મંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. સંગીતા કુમારી, મૈથિલી ઠાકુર, વિનોદ નારાયણ ઝા, નીતિશ મિશ્રા અને આનંદ મિશ્રા પણ રેસમાં છે. LJP (R) તરફથી, સંજય કુમાર અને સંજય કુમાર સિંહને મંત્રી પદની રેસમાં સામેલ કરવામાં આવશે.

સમ્રાટ ચૌધરી કેબિનેટના વિસ્તરણને લઈને બિહારમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ગુરુવારે, સમ્રાટના મંત્રીઓ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ લેવાના છે. આ શપથવિધિ સમારોહ માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શપથ ગ્રહણ કરનારા ચહેરાઓ અંગે પણ ભારે અટકળો ચાલી રહી છે. 7 મેના રોજ ગાંધી મેદાન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અપેક્ષિત આગમનને ધ્યાનમાં રાખીને.

પોલીસ મુખ્યાલય દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું સીધું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે, પોલીસ મહાનિર્દેશક (મુખ્યાલય) સુનિલ કુમારે જણાવ્યું હતું કે VVIPs માટે નિર્ધારિત ’બ્લુ બુક’ પ્રોટોકોલ અનુસાર કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવશે. પટના એરપોર્ટથી સ્થળ સુધીના માર્ગ પર તેમજ આસપાસના વિસ્તારોમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવશે.

અહેવાલ સૂચવે છે કે NDAના મોટાભાગના ઘટક પક્ષો ફરી એકવાર અનુભવી નેતાઓને તક આપવાનો ઇરાદો ધરાવે છે. નીતિશ સરકારમાં અગાઉ સેવા આપી ચૂકેલા કેટલાક અનુભવી રાજકારણીઓને મંત્રી બનવાની બીજી તક મળી શકે છે.

જો કે, ઉંઉ(ઞ) અને ઇઉંઙ બંનેમાંથી કેટલાક નવા ચહેરાઓને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલમાં ચર્ચામાં રહેલા નામોમાં, એ નિશ્ચિત માનવામાં આવે છે કે નીચેના ભાજપના નેતાઓ મંત્રી બનશે: વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, ડો. દિલીપ કુમાર જયસ્વાલ, શ્રેયસી સિંહ, અરુણ શંકર પ્રસાદ, લખેન્દ્ર રોશન, રામ કૃપાલ યાદવ, સંજય સિંહ ’ટાઇગર’, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ અને ડો. પ્રમોદ કુમાર. સંગીતા કુમારી, મૈથિલી ઠાકુર, વિનોદ નારાયણ ઝા, નીતિશ મિશ્રા અને આનંદ મિશ્રા પણ રેસમાં છે. જેડીયુના અનેક નેતાઓ અને નીતિશકુમારના નિકટના મિત્રો પણ આ રેસમાં છે.

પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહની વહીવટી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા, ગઉઅના અન્ય ઘણા અગ્રણી નેતાઓ હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *