“હીટ ડોમ” વેધર પેટર્ન બદલતા તાપમાનનો પારો આવશે નીચે

આગામી 3-4 દિવસ દેશમાં પ્રી-મોન્સૂનની ગતિવિધિઓ બનશે તેજ: રાજકોટમાં 43 ડિગ્રી   છેલ્લા ઘણા દિવસથી હવામાનમાં ખૂબ મોટા ઉલટફેર થઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે…

આગામી 3-4 દિવસ દેશમાં પ્રી-મોન્સૂનની ગતિવિધિઓ બનશે તેજ: રાજકોટમાં 43 ડિગ્રી

 

છેલ્લા ઘણા દિવસથી હવામાનમાં ખૂબ મોટા ઉલટફેર થઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આવતા ત્રણથી ચાર દિવસમાં સમગ્ર દેશમાં પ્રીમોનસૂન એક્ટિવિટી વધુ સક્રિય બનશે અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક રાહતની અનુભૂતિ પણ અપાવશે.

હવામાન વિભાગના અનુસાર, આગામી 3-4 દિવસ દેશમાં પ્રી-મોન્સૂનની ગતિવિધિઓ જોવા મળશે. એલ નીનો મજબૂત થવાને કારણે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ થઈ રહ્યું છે. એલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) નબળું પડી શકે છે, પરંતુ પ્રી-મોન્સૂન ફેઝમાં હવામાન અસ્થિર રહે છે. આ જ કારણ છે કે 6 દિવસની કાળઝાળ ગરમી બાદ વરસાદ એ પ્રી-મોન્સૂન એક્ટિવિટી છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પરંતુ હવે માનવી ભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેનાથી આગામી ત્રણ દિવસની અંદર તાપમાનમાં થોડાક અંશે રાહત પણ મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. તેમજ આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 35 થી 39 ડિગ્રીની આસપાસ રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે.

હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતી પરિભ્રમણ તરીકે ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના કારશ્મીર પર સક્રિય છે. આ સિસ્ટમ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. વધુમાં, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર 0.9 કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. આ ભૌગોલિક સ્થિતિઓને કારણે પવનની દિશા અને તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ’હીટ ડોમ’ વેધર પેટર્ન બને છે અને તાપમાન સતત વધતું જાય છે. પરંતુ વચ્ચે-વચ્ચે પ્રી-મોન્સૂનને કારણે ગરમીથી રાહત મળતી રહેશે. મે મહિનાના અંત સુધીમાં પ્રી-મોન્સૂન સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે. અંદાજે 18-20 મેની આસપાસ અંદામાન સાગરમાં ચોમાસું બેસી જશે અને 1 જૂન સુધીમાં કેરળમાં એન્ટ્રી કરી લેશે.

વિવિધ શહેરોના તાપમાન અંગે વાત કરવામાં આવે તો રાજકોટમાં 43 ડિગ્રી, અમદાવાદમાં 42.6 ડિગ્રી, અમરેલીમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, દીવમાં 32.8 ડીગ્રી, દ્વારકામાં 32.6 ડિગ્રી, કંડલામાં 39 ડિગ્રી, ઓખામાં 33.2 ડિગ્રી, પોરબંદરમાં 34.2 ડિગ્રી અને વેરાવળમાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *