સ્ટીલ ફેબ્રિકેશન યુનિટમાં સર્જાયેલી દુર્ઘટના
શહેરની બહારના વિસ્તારમાં આવેલા સ્ટીલ ફેબ્રિકેશન યુનિટમાં ભારે વાહન ચલાવતા ક્રેન તેમના પર પડતાં ઓછામાં ઓછા પાંચ સ્થળાંતરિત કામદારોના મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી બેને નજીકની ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કામદારો ઝારખંડ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના છે. શંકરપલ્લી પોલીસે યુનિટના માલિક સામે BNS ની કલમ 104 (અ) (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂૂ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ રંગારેડ્ડી જિલ્લાના શંકરપલ્લી મંડળના મહાલિંગપુરમ ગામમાં બની હતી, જ્યારે અચાનક ધોધમાર વરસાદને કારણે કામદારો શેડ નીચે આશરો લઈ રહ્યા હતા. “તેમને ખ્યાલ ન આવ્યો કે ક્રેન સ્થળ પર ઉભી છે.
થોડીવારમાં જ ખરાબ હવામાનને કારણે બે ક્રેન તૂટી પડી અને શેડ પર પડી ગઈ, જેનાથી શેડ નીચે રહેલા કામદારો કચડી ગયા,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું. જિલ્લા અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલ કામદારોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પહોંચતા જ પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે તમામની ઉંમર 30 વરસથી નીચેની હતી. “અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ત્યારબાદ તેમને તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવશે,” શંકરપલ્લી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (જઇંઘ) મીર મુદસ્સર અલીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમમાં ભારે ધાતુ અને બાંધકામ સામગ્રીને હેન્ડલ કરવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન હતી. એવું લાગે છે કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે માળખાકીય નિષ્ફળતા અને અસ્થિરતાને કારણે ક્રેન તૂટી પડી હતી.
