વેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’

વેરાવળ પાટણ નગરપાલિકા ની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ…

વેરાવળ પાટણ નગરપાલિકા ની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ તથા કોગ્રેસ પક્ષને 20-20 સીટ મળેલ જયારે છેલ્લે વોર્ડ નં.11 માં ચારેય સીટ ભાજપની આવતા 24 સીટ સાથે નગરપાલિકામાં કબ્જો ભાજપ પક્ષે જાળવી રાખવામાં સફળતા મળી છે. જ્યારે પરિવર્તન માટે થનગનતા કોંગ્રેસ પક્ષે છેલ્લે સુધી ટક્કર મારી હતી.
વેરાવળ પાટણ નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાય હતી.

જેમાં ભાજપ ની એક સીટ મતદાન પૂર્વે બિનહરીફ થતા 43 બેઠકો પર ચુંટણી યોજાયેલ હતી. જયારે સતાભારી ભાજપએ લઘુમતિ વિસ્તારમાં બેઠકો પર ઉમેદવારી ટાળી હતી. આ ચુંટણીના પરીણામો આવતા નગરપાલીકાની 44 બેઠકો પૈકી ભાજપને 24, કોંગ્રેસને 20 મળેલ છે જયારે ગત વર્ષ 2021 ની ચુંટણીમાં ભાજપને 28 સીટ અને કોગ્રેસને 13 મળી હતી.

નગરપાલિકામાં સત્તારૂૂઢ ભાજપને સત્તા જાળવી રાખવા શરૂૂઆતથી જ અસરકારક રણનિતી ઘડી હતી અને જેના ભાગરૂૂપે 24 સીટ મેળવી વિજેતા બનેલ છે. આ ચૂંટણીમાં ડીજીટલ, જન સંર્પક, ગ્રુપ મિટિંગો અને સભાઓ યોજી ઝંઝાવતી પ્રચાર કરી ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષે માહોલ બનાવેલ હોવાથી પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *