કમ્પ્લેઇન્ટ કેસમાં પોલીસને આરોપીને એરેસ્ટ કરવાનો અધિકાર નથી: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખાનગી કંપ્લેઈન્ટ (પ્રાઈવેટ કમ્પ્લેઈન્ટ) કેસમાં મેજિસ્ટ્રેટે સમન્સ જારી કર્યા પછી પોલીસને આરોપીને…

સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખાનગી કંપ્લેઈન્ટ (પ્રાઈવેટ કમ્પ્લેઈન્ટ) કેસમાં મેજિસ્ટ્રેટે સમન્સ જારી કર્યા પછી પોલીસને આરોપીને અરેસ્ટ કરવાનો કોઈ અધિકાર નથી. અરેસ્ટ માટે સમન્સ સાથે નોન-બેલેબલ વોરન્ટ (ગઇઠ) જારી થવો જરૂૂરી છે.0

જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ અવલોકન કરતાં કહ્યું, કોર્ટે કોગ્નિઝન્સ લઈને સમન્સ જારી કર્યા પછી આરોપીએ માત્ર કોર્ટમાં હાજર થઈને કાર્યવાહીમાં જોડાવાનું હોય છે. આરોપીએ સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટમાં અગાઉથી જામીન (એન્ટિસિપેટરી બેલ) માટે કેમ જવું જોઈએ? પોલીસને કંપ્લેઈન્ટ કેસમાં અરેસ્ટ કરવાની સત્તા નથી, જ્યાં સુધી કોર્ટ તરફથી સમન્સ સાથે નોન-બેલેબલ વોરન્ટ જારી ન થાય.
આ ચુકાદો ઝારખંડ હાઈકોર્ટના આદેશ સામેની અપીલમાં આવ્યો છે. હાઈકોર્ટે કંપ્લેઈન્ટ કેસમાં અગાઉથી જામીનની અરજીને ફગાવી દીધી હતી અને આરોપીને સરેન્ડર કરીને રેગ્યુલર જામીન મેળવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આવા પગલાની તીવ્ર ટીકા કરી અને કહ્યું કે આવા કેસમાં સેશન્સ કે હાઈકોર્ટ આરોપીને સરેન્ડર કરવાનો આદેશ આપી શકે નહીં.

કોર્ટે વધુમાં કહ્યું, અનાવશ્યક રીતે અગાઉથી જામીનની અરજીઓ સ્વીકારવામાં આવે છે અને તેને નકારવામાં આવે પછી આરોપીઓને દેશની સર્વોચ્ચ અદાલત સુધી આવવું પડે છે. હાઈકોર્ટને પણ યાદ કરાવવામાં આવે છે કે આરોપીને સરેન્ડર કરવાનો આદેશ આપવો તે તેમની અધિકારિતાની બહારની વાત છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો મેજિસ્ટ્રેટે સેક્શન 202 CrPC હેઠળ પોલીસને તપાસનો આદેશ આપ્યો હોય તો પણ પોલીસને આરોપીને અરેસ્ટ કરવાની સત્તા નથી. કોર્ટે કહ્યું, પોલીસ તપાસ દરમિયાન પણ અરેસ્ટ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે આ આદેશની એક કોપી બિહાર અને ઝારખંડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલવાનો આદેશ આપ્યો છે જેથી તેમને મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકી શકાય. આ ચુકાદાથી કંપ્લેઈન્ટ કેસમાં આરોપીઓને અનાવશ્યક હેરાની અને અરેસ્ટના ભયમાંથી મુક્તિ મળશે અને ક્રિમિનલ પ્રોસીજર કોડના નિયમોનું કડક પાલન થશે. આ મુદ્દો ખાસ કરીને બિહાર અને ઝારખંડમાં વ્યાપક હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *