TCSમાં લવજેહાદ-ધર્માંતરણ અને બ્લેકમેઈલિંગનું ભયાનક રેકેટ

દેશની ટોચની આઈ.ટી. કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ કર્મચારીઓની ગ્રુમિંગ ગેંગ દ્વારા ચલાવાતા રેકેટની ચોંકાવનારી ભીતરી હકીકતોનો પર્દાફાશ 18 થી 25 વર્ષની ગરીબ પરિવારની હિંદુ યુવતીઓને…

દેશની ટોચની આઈ.ટી. કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ કર્મચારીઓની ગ્રુમિંગ ગેંગ દ્વારા ચલાવાતા રેકેટની ચોંકાવનારી ભીતરી હકીકતોનો પર્દાફાશ

18 થી 25 વર્ષની ગરીબ પરિવારની હિંદુ યુવતીઓને નોકરીએ રાખી પ્રેમજાળમાં ફસાવી, ગૌમાંસ ખવડાવવાથી માંડી ધર્મ પરિવર્તન અને બ્રેનવોશ સુધીનું ખતરનાક પ્લાનિંગ

અનેક મહિલા કર્મચારીઓની જિંદગી બરબાદ કરી નાખી, નિદા ખાન નામની યુવતી મુખ્ય સૂત્રધાર, હિંદુ યુવતીએ રોઝા રાખવાનું શરૂ કરતાં ચાર વર્ષથી ચાલતું કૌભાંડ બહાર આવ્યુૃં

દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની TCS માં ધર્માન્તરનો આટલો મોટો ખેલ ચાલી રહ્યો હતો અને તેમના વડાઓને તેની ભનક પણ ન લાગી. TCS ની ભારતના અનેક શહેરો સહિત વિશ્વના અનેક દેશોમાં બ્રાંચ આવેલી છે. આ આઈટી કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ યુવકો દ્વારા એક ખાસ પ્રકારનુ ગ્રુમિંગ ગેંગ ચાલી રહ્યુ હતુ. આ ગેંગનો લક્ષ્ય હતુ કે કંપનીની 18 થી 25 વર્ષ સુધીની હિંદુ યુવતીઓને પહેલા નોકરી પર રાખવાની, પ્રેમજાળમાં ફસાવવાની અને ત્યારબાદ બ્લેકમેઈલિંગ કરીને કોઈપણ રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ લાવવાનું.

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે જે લોકો ઓછુ ભણેલા હોય અથવા તો ગરીબ હોય તેમનુ ધર્મ પરિવર્તન કરાવવુ આસાન હોય છે. અથવા તો અંતરિયાળ વિસ્તારોમાં કે મદરેસાઓમાં જ આવી પ્રવૃતિ ચાલતી હોય છે પરંતુ આ ઘટનાએ આ તમામ મિથકને ખોટા સાબિત કરી દીધા છે. જે પ્રકારે ‘ધ કેરલા સ્ટોરી’માં બતાવવામાં આવ્યુ હતુ, થોડીઘણી એ જ મોડસ ઓપરેન્ડી સાથે નાસિકની TCS ઓફિસમાં પણ જોવા મળી. નાસિકની આ કંપનીમાં હિંદુ યુવકોની સાથે કેટલાક મુસ્લિમ યુવકો અને મુસ્લિમ યુવતીએ એક એવુ નેક્સસ ઉભુ કર્યુ હતુ.

TCS માં હિંદુ યુવતીઓનું બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કંપનીની મુસ્લિમ HR નિદા ખાન આ સમગ્ર ધર્મપરિવર્તન રેકેટ સાથે જોડાયેલી છે. તેના આ રેકેટમાં દાનિશ શેખ, આસીફ અન્સારી, શફી શેખ, શાહરૂૂખ કુરેશી, રઝા મેમણ અને તૌસિફ અત્તર જેવા મુસ્લિમ યુવકો સામેલ હતા. આ તમામ મુસ્લિમ યુવકો કંપનીમાં ટીમ લીડર જેવી સિનિયર પોઝિશન પર હતા. આ કંપનીની હિંદુ યુવતીઓને ફસાવીને તેને મુસ્લિમ બનાવવાની કોશિશમાં લાગેલા હતા. આ તમામ લોકો એક વોટ્સએપ ગૃપ જોડાયેલા હતા. જેમા એ વાત પર ચર્ચા થતી હતી કે કઈ હિંદુ યુવતીને ક્યારે ટાર્ગેટ કરવાની છે. તેને કેવી રીતે પ્રતાડિત કરીને, અથવા મિત્રતા કેળવીને જાળમાં ફસાવવાની છે.

ધર્મ પરિવર્તનના આ સમગ્ર કાંડની શરૂૂઆત હિંદુ યુવતીઓને કંપનીમાં નોકરી આપવાથી શરૂૂ થતી હતી. જે હિંદુ યુવતીઓની આર્થિક સ્થિતિ નબળી હોય અને જેમને નોકરીની તાતી જરૂૂર હોય એવી જ યુવતીઓને નોકરી પર રાખવામાં આવતી હતી. જેથી સમય આવ્યે તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી શકાય અને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ લાવી શકાય. નોકરી પર રાખ્યા બાદ ગેંગમાં સામેલ મુસ્લિમ યુવકો ટીમલીડ હોવાના કારણે આ યુવતીઓના રિપોર્ટીંગ મેનેજર પણ રહેતા. આથી યુવતીઓ તેમની સાથે મિત્રતા કરી લેતી. જે બાદ ધર્મપરિવર્તન કરવા મજબુર કરવામાં આવતી.

આ ધર્માન્તર કાંડનો ખૂલાસો ફેબ્રુઆરી મહિનામાં થયો. જ્યારે રમઝાન માસમાં એક હિંદુ યુવતીએ રોઝા રાખવાનું શરૂૂ કર્યુ. યુવતીના પરિવારે આ અંગે એક હિંદુ સંગઠનને ફરિયાદ કરી, આ સંગઠને પોલીસને આ ઘટના અંગે જણાવ્યુ અને આરોપ લગાવ્યો કે TCS કંપનીમાં જ હિંદુ યુવતીઓને રોઝા રાખવા દબાણ કરાય છે. આ જાણ્યા બાદ પોલીસે કેટલીક મહિલા પોલીસકર્મીઓને એક ખાસ મિશન પર લગાવી. આ મિશન માટે મહિલા પોલીસકર્મીઓને TCS ના હાઉસ કિંપીંગ વિભાગમાં ભરતી કરાવવામાં આવી. તેમણે કંપનીમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂૂ કર્યુ. જેમા બહાર આવ્યુ કે કંપનીના જ મુસ્લિમ ટીમ લીડર યુવકો દ્વારા હિંદુ યુવતીને શિકાર બનાવવામાં આવી રહી છે. આ બધુ જાણતા હોવા છતા કંપનીની HRનિદા ખાન હિંદુ યુવતીઓની ફરિયાદ પણ લેતી ન હતી. પોલીસે જે બાદ તેની રીતે ગુપ્ત તપાસ શરૂૂ કરી તો સામે આવ્યુ કે TCS માં ધર્માન્તરનું આખુ રેકેટ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં આ રેકેટની શિકાર 12 હિંદુ યુવતીઓ વિશે જાણ થઈ છે.

આ કેસમાં NO FIR માં પીડિતોએ તેમના પર આચરવામાં આવેલા અત્યાચાર વર્ડ ટુ વર્ડ પોલીસને જણાવ્યા છે. પીડિતોઓ જણાવ્યુ કે કંપનીની HRનીદા ખાન મુસ્લિમ ટીમ લીડર્સ હિંદુ યુવતીઓની સામે હિંદુ દેવીદેવતાનો મજાક ઉડાવતા, તેમનુ અપમાન કરતા હતા. ન માત્ર આટલુ, હિંદુ યુવતીઓને અશ્ર્લિલ ઈશારા કરતા, છેડતી કરતા, બેડ ટચ કરી લેતા હતા. કેટલાક મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓ સાથે નિકટતા વધારી તેમની અંગત જિંદગીની વાતો જાણી લીધી હતી, જેને હથિયાર બનાવી તેઓ હિંદુ યુવતીઓને બ્લેકમેલ કરતા હતા, કેટલીક યુવતીઓનું યૌન શોષણ પણ કરવામાં આવ્યુ. આ મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓને નમાઝ પઢવા અને ગૌમાંસ ખાવા માટે પણ મજબુર કરી. પીડિત હિંદુ યુવતીઓ માટે 8 કલાકની નોકરી દોજખ બની ગઈ હતી.
એક પુરુષ કર્મચારીએ તેની ફરિયાદમાં જણાવ્યુ કે દાનિશ, શાહરૂૂખ અને રઝા મેનન સહિતના લોકોએ મને ઈસ્લામ અપનાવવા અનેકવાર મજબુર કર્યો.

પીડિતે જણાવ્યુ કે જ્યારે મારા પિતા લકવાગ્રસ્ત થઈ ગયા તો એ લોકોએ કહ્યુ, ઈસ્લામ અપનાવી લે પિતા સાજા થઈ જશે. પરંતુ તેમની વાત ન માની તો મને નોકરીમાંથી કાઢી મુકવા માટેનું ષડયંત્ર રચ્યુ, હેડ ઓફિસમાં ખોટી ફરિયાદો કરી, આ સિલસિલો 2022 થી 23 માર્ચ 2026 સુધી ચાલતો રહ્યો. પીડિતે જણાવ્યુ કે ઉત્પીડનની શરૂૂઆત 2022માં થઈ. એ સમયે યુવકે કંપની જોઈન કરી હતી. તેનો ટીમ લીડ તૌસીફ અખ્તર અને સહયોગી દાનિશ શેખે મળીને તેને પ્રતાડિત કરવાનુ શરૂૂ કર્યુ. સાથે જ તેના હુકમો માનવા માટે પણ સહુને મજબુર કર્યા. જે ન માને તેના પર કામનો વધુ પડતો બોજો નાખવામાં આવતો હતો.

હાલ ધર્માન્તર કાંડનો પર્દાફાશસ થયા બાદ તૌસિફ અને દાનિશ સામે પણ FIR નોંધવામાં આવી છે. જે 23 વર્ષિય મહિલા કર્મચારીએ નાસિકમાં નોંધાવી છે. તેમાં આરોપ લગાવાયો છે કે દાનિશે તેને બળજબરીથી ચુમવાની કોશિશ કરી. સાથે જ લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. દાનિશ, તૌસિફ, નિદાખાન અને તેના સાગરીતો હિંદુ દેવી દેવતા વિશે અશ્ર્લિલ ટિપ્પણીઓ પણ કરતા હતા. હાલ આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા 5 પુરુષ અને 2 મહિલા આરોપી સામેલ છે. પોલીસે અનેક મહિલા કર્મચારીઓની ફરિયાદને આધારે કૂલ 9 કેસ આ આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યા છે.

પુરૂષ કર્મચારીને કહ્યું, તારી પત્નીને મારી પાસે મોકલી દે
TCS ની ધર્માન્તર ગેંગનો પર્દાફાશ થયા બાદ એક-એક કરીને પીડિતો સામે આવી રહ્યા છે. જેમા સૌથી વધુ તો મહિલા કર્મચારીઓ જ છે. જો કે એક પુરુષ કર્મચારી પણ સામે આવ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યુ કે તેને બળજબરીથી ટોપી પહેરાવવામાં આવી અને નમાઝ પઢવા માટે મજબુર કરવામાં આવ્યો. સાથે જ એક મુસ્લિમ આરોપીએ કહ્યુ કે બાળકો નથી થતા તો પત્નીને મારી પાસે મોકલી દે. નાસિક TCS ના એક કર્મચારીએ કહ્યુ કે તેના ટીમ લીડરે તેને નમાઝ અને કલમા પઢવાનું કહ્યુ અને ટોપી પહેરવા મજબુર કર્યો. ઉત્પીડનની હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેની અંગત જિંદગીનો મજાક ઉડાવતા કહ્યુ કે જો સારવાર છતા બાળકો ન થતા હોય તો તારી પત્નીને મારી પાસે મોકલી દે.

સાત મહિલા પોલીસ કર્મચારીઓએ અન્ડર કવર ઓપરેશન કરી ભાંડો ફોડયો

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 7 મહિલા પોલીસકર્મીઓએ અંડરકવર એજન્ટ બની ત્રણ મહિના સુધી ગુપ્ત ઓપરેશન ચલાવી આરોપીઓને રંગેહાથ પકડી લીધા. એસઆઈટીની તપાસમાં છેલ્લા 4 વર્ષથી ચાલતા શોષણનો પર્દાફાશ થયો છે, જેમાં અત્યાર સુધી 9 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને નાસિક પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરી અને એસીપી (ક્રાઇમ)ના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) રચી. તપાસમાં સૌથી મોટો પડકાર હતો પૂરતા પુરાવા એકત્ર કરવાના અને આરોપીઓને રંગેહાથ પકડવાના. પોલીસે અનોખો નિર્ણય લઈને 7 મહિલા પોલીસકર્મીઓને અંડરકવર એજન્ટ તરીકે કંપનીમાં મોકલ્યા. કોઈ નવી કર્મચારી બની જોડાઈ, તો કોઈ ટ્રેનિંગના બહાને અંદર પહોંચી. કેટલાક મીટિંગમાં પણ સામેલ થયા. ધીમે ધીમે તેમણે ઓફિસના વાતાવરણને સમજવાનું શરૂૂ કર્યું.જેમ જેમ દિવસો પસાર થયા તેમ અંડરકવર ટીમે ફરિયાદોમાં જણાવેલી હકીકતો પોતાની આંખે જોઈ. ઓફિસમાં મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, મીટિંગ દરમિયાન અશ્ર્લીલ ઈશારા અને વ્યક્તિગત જીવન વિશે ભદ્દા સવાલો પુછાતા હોવાની પુષ્ટિ થઈ.એક મીટિંગ દરમિયાન જ્યારે આરોપીએ ફરી એક વખત અયોગ્ય હરકત કરી ત્યારે અંડરકવર ટીમે તરત જ એક્શન લઈને આરોપીને રંગેહાથ પકડી લીધો. આ ઘટના સમગ્ર ઓપરેશનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *