મત કે લીયે કુછ ભી, દિયોદરના ધારાસભ્યે દંડવત પ્રણામ કર્યા

ગુજરાત મિરર, બનાસકાંઠા,તા.17 બનાસકાંઠાના દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો એક ભાવુક અંદાજ જોવા મળ્યો હતો. પોતાના માદરે વતન મોજરું ગામે આયોજિત ચૂંટણી સભામાં…

ગુજરાત મિરર, બનાસકાંઠા,તા.17
બનાસકાંઠાના દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો એક ભાવુક અંદાજ જોવા મળ્યો હતો. પોતાના માદરે વતન મોજરું ગામે આયોજિત ચૂંટણી સભામાં સંબોધન કરતા ધારાસભ્ય અત્યંત ભાવવિભોર બન્યા હતા અને મતદારો સામે જમીન પર દંડવત પ્રણામ કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે જો ભાજપ કે તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો મતદારો તેમને માફ કરે. દંડવત પ્રણામ કરીને તેમણે આગામી ચૂંટણીમાં ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા માટે ગ્રામજનો અને મતદારોને નમ્ર અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *