પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિત

સરકારે જથ્થાની કરી ફાળવણી છતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠો ન પહોંચાડતા બાળકો ઘરેથી નાસ્તો લાવવા મજબૂર   ગુજરાત મિરર, રાજકોટ,તા.17 પુરવઠા વિભાગની ઢીલી નીતિના…

સરકારે જથ્થાની કરી ફાળવણી છતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠો ન પહોંચાડતા બાળકો ઘરેથી નાસ્તો લાવવા મજબૂર

 

ગુજરાત મિરર, રાજકોટ,તા.17
પુરવઠા વિભાગની ઢીલી નીતિના પગલે આંગણવાડીના બાળકોને મધ્યાહન ભોજન માટે જે જથ્થો ફાળવવામાં આવવો જોઈએ તે ફાળવવામાં ન આવતા મહાનગરપાલિકા હસ્તકની 365 આંગણવાડીના 18 હજાર નાના બાળકો ભોજનથી વિહોણા રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આજે વિગત મળી રહી છે તે મુજબ તેલ અને ભોજનનો ઉપયોગમાં લેવાતા ચોખાનો જથ્થો ફાળવવામાં આવ્યો પણ ન હતો જેના કારણે બાળકો ભોજનથી વંચિત રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે નિષ્ક્રિયતા દાખવતાં 365 આંગણવાડીના 18 હજાર બાળકોને ભુખ્યા રહેવું પડ્યું હતું. પુરવઠા વિભાગની બેદરકારીને બાળકોને ઘેરથી નાસ્તો લાવવાની સુચના અપાઇ હતી.
રાજકોટ મનપા હસ્તક કુલ 365 આંગણવાડી આવેલી છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં 122, ઇસ્ટ ઝોનમા 119, વેસ્ટ ઝોનમાં 122 આંગણવાડી આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના પુરવઠા વિભાગ મારફત ચોખા તેલ સહિતનો જથ્થો મોકલવામાં આવે છે. પરંતુ યોગ્ય વિતરણ ન થતા ઘણા ખરા પ્રશ્નો ભૂતકાળમાં પણ ઊભા થયા હતા અને હાલના વર્તમાન સમયમાં પણ ઊભા થયા છે.
પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે કોઈ પણ રિલીઝ ઓર્ડર આપવામાં આવ્યો ન હતો અને પરિણામ સ્વરૂૂપે આંગણવાડીને જે મળવાપાત્ર તેલ અને ચોખાનો જથ્થો જે હતો તે મળ્યો નહતો. ત્યારે બાળકોને ઘેરથી નાસ્તો લાવવા સુચના આપવી પડી હતી. પુરવઠા વિભાગ દ્વારા સમયસર જથ્થાની ફાળવણી ન થવાથી બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત રહેવું પડ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, 8 એપ્રિલનો તેલનો ઓર્ડર આવી ચુક્યો છે પણ પુરવઠા તંત્ર દ્વારા ફાળવણી થઈ નહોતી. સામાન્ય રીતે તેલની ફાળવણી થયા બાદ લેબોરેટરીમાં મોકલી ચકાસણી કર્યા બાદ મોકલાય છે. મધ્યાહન ભોજન યોજનાનો લાભ આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકો તેમજ ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને આપવામાં આવે છે. જથ્થો ન મળવાને કારણે આંગણવાડીના વર્કર બહેનોને ઘરમાંથી તેલનો જથ્થો લાવવા અને જ્યારે તેલની ફાળવણી થાય ત્યારે સાટાપાટા કરી લેવા સુચન કરાયું હતું. પણ રોજના 15 ડબ્બા તેલની જરૂૂરિયાત અને આંગણવાડી માટે રાજ્ય સરકાર દ્વારા મોકલાતા તેલના ડબ્બા ડબલ ફોર્ટીફાઇડ સિંગતેલ હોવા સાથે ડબ્બા પર આઇે.સી.ડી.એસ. વિભાગ લખેલું હોવાથી જો આ તેલના ડબ્બા ઘેર લઇ જવામાં આવે તો વિવાદ થાય તેમ હોય આ વિચાર પડતો મુકાયો હતો. બપોર બાદ ચોખા અને તેલના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવતા આંગણવાડીની જવાબદારી સંભાળતા અધિકારીઓ અને વર્કર બહેનાએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *