ગુજરાત મિરર, રાજકોટ,તા.17
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને વેગ મળ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથક માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોના નિમણૂક ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ ઓફિસરોને મતદાન મથકોની વ્યવસ્થા, મતદારોની યાદીનું સત્યાપન, નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.ઝોનલ ઓફિસરો વિવિધ વોર્ડ અને તાલુકાઓમાં કાર્યરત રહીને મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરશે, તાલીમ આપશે અને કોઈપણ અનિયમિતતા અટકાવશે. ઉલ્લેખનીય છે કે, આગામી ચૂંટણીને લઇ દરેક મતદાન મથક પર પ્રિસાઈડિંગ અધિકારી, પોલિંગ ઓફિસર સહીત 5 થી 6 લોકોનો સ્ટાફ હશે. 26મીએ મતદાન હોય, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ 25મીએ બપોરે વાગ્યે પોતાના મતદાન મથક પર પહોંચી જશે અને મતદાન મથક પર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ વિવિપેટ મશીનના સાથે મોક પોલની તૈયારી અને ટેસ્ટિંગ કરશે જેથી મશીનો સરળતાથી કામ કરે ત્યારબાદ 3 વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપી દેશે.પ્રીસાઇડિંગ ઓફિસર પાસે ફોર્મ્સ, કવર, પેન્સિલ, ઇન્ડેલિબલ ઇંક, વોટર માર્કિંગ સ્લિપ સહિત 109 જેટલી વસ્તુઓ ચૂંટણી કામગીરી માટે સોંપવામાં આવે છે. મતદાન મથક પરનો તમામ સ્ટાફ 25મીએ જે તે મતદાન મથક પર જ રાત્રીરોકાણ કરી, બીજા દિવસે એટલે કે 26મીએ સવારે 6 વાગે મોકપોલ ટેસ્ટિંગ કરશે અને સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો ધમધમાટ ચાલશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર બેલેટ યુનિટ, ક્ધટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીન પહોંચાડવા માટે ચૂંટણી વિભાગ દ્વારા 40થી વધુ એસટી બસો મંગાવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથકો માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોને ઓર્ડર
ગુજરાત મિરર, રાજકોટ,તા.17 રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને વેગ મળ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથક માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોના…
