મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા 19210 (ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 02 જૂન 2026 થી. અને ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ ઓખા એક્સપ્રેસ) 01 જૂન 2026 થી. આ સુવિધા અમલમાં આવશે.
વધારાનો કોચ જોડ્યા બાદ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 1 થર્ડ એસી, 3 સ્લીપર, 10 જનરલ અને 2 લગેજ વેન કોચનો સમાવેશ થશે. મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
