નવી ટીમમાં 15 જેટલા યુવા અને અનુભવી અધિકારીઓનો સમાવેશ કરાયો
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓના સંગઠન ’ઈંઙજ એસોસિએશન ઓફ ગુજરાત ચેપ્ટર’ દ્વારા તેની નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનની આ બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક ની પ્રમુખ તરીકે અને પીયૂષ પટેલની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી મહત્વની બેઠકમાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરીને નવા નેતૃત્વની વરણી કરવામાં આવી હતી.
આ નવી બોડીમાં 15 જેટલા અનુભવી અને યુવા આઈપીએસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત આઈપીએસ એસોસિએશન (ગુજરાત ચેપ્ટર) ની નવી કારોબારી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 8 એપ્રિલ, 2026 ના રોજ મળેલી બેઠકમાં લોકશાહી ઢબે ચૂંટણી દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સેક્રેટરી તરીકે નિપુણા એમ. તોરાવણે અને ખજાનચી તરીકે એન.એન. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આ નવી ટીમની કારોબારીમાં અનુભવી અને યુવા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગગનદીપ ગંભીર, અશોક યાદવ,વિરેન્દ્ર યાદવ,વિશાલકુમાર વાઘેલા,સુનિલ જોષી,કરણરાજ વાઘેલા, પાર્થરાજસિંહ ગોહિલ,રવિ તેજા વાસમસેટ્ટી,રાજેશ ગઢિયા,રાજદીપ ઝાલા,ઓમ પ્રકાશ જાટ,વિશાખા ડબરાલ,લવિના સિંહા,આયુષ જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેઠકમાં માત્ર નિમણૂકો જ નહીં, પરંતુ અધિકારીઓના હિત રક્ષણ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. આગામી સમયમાં 8મા પગારપંચ સમક્ષ આઈપીએસ કેડરના પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ માટે એક ખાસ પેટા સમિતિની રચના કરવામાં આવી છે. જે વિગતવાર અહેવાલ તૈયાર કરશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર અધિકારીઓ સામે થતા પાયાવિહોણા આક્ષેપો સામે ઉપચારાત્મક પગલાં લેવાની તૈયારી પણ બતાવી છે. એસોસિએશન હવે ટ્વિટર હેન્ડલ દ્વારા પોતાની સત્તાવાર વાત લોકો સમક્ષ મૂકશે.
