ઈમરાન હાશમીની આવારાપન-2 હવે સ્વતંત્રતા દિવસે થશે રિલીઝ

ઇમરાન હાશમી અને દિશા પટ્ટણીની ફિલ્મ આવારાપન 2 હવે 2026માં રિલીઝ થઈ રહી છે. આવારાપનની સિક્વલ તરીકે, આ ફિલ્મ બૂક માય શો અને ઇન્સ્ટાગ્રામ પર…

ઇમરાન હાશમી અને દિશા પટ્ટણીની ફિલ્મ આવારાપન 2 હવે 2026માં રિલીઝ થઈ રહી છે. આવારાપનની સિક્વલ તરીકે, આ ફિલ્મ બૂક માય શો અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે કારણ કે નિર્માતાઓએ અગાઉ 3 એપ્રિલની રિલીઝ ડેટ જાહેર કરી હતી. શૂટિંગ હજુ બાકી હોવાથી એવા અહેવાલ છે કે આવારાપન 2 માટે નવી રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી છે. વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આવારાપન 2 હવે સ્વતંત્રતા દિવસ 2026ના વીકએન્ડ દરમિયાન મોટા પડદા પર રિલીઝ થશે.

સુત્રએ જણાવ્યું, ’આવારાપન 2 એક સંગીતમય અને ભાવનાત્મક પ્રેમકથા તરીકે સારી રીતે તૈયાર થઈ રહી છે, જેમાં ઇમરાન હાશમી અને દિશા પટ્ટણી છે. નિર્માતાઓ અનેક રિલીઝ ડેટ પર વિચાર કરી રહ્યા હતા અને અંતે સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર નિર્ણય લીધો.’ આવારાપન 2નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે અને એપ્રિલના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્યારબાદ બે મહિનાના પોસ્ટ-પ્રોડક્શન પછી, નિર્માતાઓ તેને સ્વતંત્રતા દિવસના તહેવારના સમયમાં રિલીઝ કરવા તૈયાર છે. આવારાપન ફિલ્મે વર્ષોથી કલ્ટ સ્ટેટસ મેળવ્યું છે અને તેનાં ગીતો દર્શકો માટે એવરગ્રીન બની ગયાં છે.

સિક્વલ માટે પણ, નિર્માતાઓએ મૂળ આલ્બમમાંથી બે ગીતો રીક્રિએટક કર્યા છે અને તેઓ મુખ્ય આકર્ષણોમાં ગણાય છે. આવારાપન 2નું ડિરેક્શન નિતિન કક્કરે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *