હિન્દ મહાસાગરમાં વધતી તંગદીલી અને વૈશ્ર્વિક પરિદ્રશ્યમાં અનિવાર્ય પગલાં
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે ભારતની દરિયાઈ શક્તિમાં એક મોટો વધારો થયો છે. ભારતીય નેવીને કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (ૠછજઊ) તરફથી એક જ દિવસમાં ત્રણ નવા ઘાતક જહાજો મળ્યા છે. આમાં બે યુદ્ધ જહાજો (એક સ્ટીલ્થ ફ્રિગેટ સહિત) અને એક મોટું સર્વે જહાજ શામેલ છે. આ ત્રણ જહાજોના નામ દુનાગિરી, અગ્રેય અને સંશોધક છે. હિન્દ મહાસાગરમાં વધતી તંગદીલી અને વૈશ્ર્વિક પરિદ્રશ્યમાં અનિવાર્ય પગલાં તરીકે આ ઘટનાને જોવા માં આવે છે. 3 જહાજોની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે :
1. દુનાગિરી ( સ્ટીલ્થ ફ્રિગેટ) આ પ્રોજેક્ટ 17અ હેઠળ નિર્મિત નીલગિરિ-ક્લાસનું પાંચમું ફ્રિગેટ છે, જેને છેલ્લા 16 મહિનામાં નેવીને સોંપવામાં આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 15 જુલાઈ, 2022ના રોજ કોલકાતાના ૠછજઊ માં આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ 149 મીટર લાંબુ અને 6,670-ટનનું ગાઈડેડ-મિસાઇલ ફ્રિગેટ છે. મારક ક્ષમતાની વાત કરીએ તો આ બ્રહ્મોસ એન્ટી-શિપ અને લેન્ડ-એટેક ક્રુઝ મિસાઈલોની સાથે-સાથે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓથી લેસ છે. તે હવા, સપાટી અને પાણીની અંદર બહુ-પરિમાણીય ઓપરેશનોને અંજામ આપવામાં સક્ષમ છે.
2. અગ્રેય (એન્ટી-સબમરીન વોરફેરશિપ) : આ આઠ ’અરનાલા’ વર્ગના એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ્સ (અજઠ-જઠઈત) માંથી ચોથું જહાજ છે. તેનો મુખ્ય હેતુ નેવીની એન્ટિ-સબમરીન, માઈન-વોરફેર અને કોસ્ટલ સર્વેલન્સ ક્ષમતાઓને વધારવાનો છે. આ 77-મીટર લાંબુ વોટરજેટ-સંચાલિત યુદ્ધ જહાજ અત્યાધુનિક લાઈટવેટ ટોરપીડો, સ્વદેશી રોકેટ લોન્ચર અને જઘગઅછથી સજ્જ છે. ’આત્મનિર્ભર ભારત’ ના વિઝનને અનુરૂૂપ તેમાં 80% થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3. સંશોધ (લાર્જ સર્વે વેસલ) : સંશોધક એક વિશાળ સર્વે જહાજ છે જે દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનું વિસ્થાપન લગભગ 3,400 ટન છે અને તેની કુલ લંબાઈ 110 મીટર છે. તેનું મુખ્ય કામ બંદરના માર્ગોનું સર્વેક્ષણ કરવાનું અને નેવિગેશનલ રૂૂટ્સ (દરિયાઈ માર્ગો) ને સચોટ રીતે નક્કી કરવાનું છે. આ ઉપરાંત તે સંરક્ષણ અને નાગરિક ઉપયોગ માટે સમુદ્રી અને ભૂ-ભૌતિક ડેટા પણ એકત્રિત કરશે.
વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરાયેલ આ જહાજના નિર્માણમાં 75% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેમાં 200 થી વધુ ખજખઊ સામેલ છે. ભૂતકાળના અનુભવોના આધારે તેના નિર્માણનો સમયગાળો નીલગિરીના 93 મહિનાની સરખામણીમાં ઘટાડીને 80 મહિના કરી દેવામાં આવ્યો છે.
