પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા ફેર બદલી કેમ્પ (ઓનલાઇન તેમજ ઓફલાઇન) અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ, જિલ્લા ફેર બદલી માટે બે પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે:
ઓફલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ તા. 15/04થી 16/04 દરમિયાન લાગુ પડતા જિલ્લા/નગર માટે યોજાશે. જ્યારે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ તા. 17/04થી 02/05 (પ્રથમ તબક્કો) તા. 03/05/થી 16/05/(જનરલ તબક્કો) યોજાશે.
આ પ્રક્રિયામાં શિક્ષકો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર માહિતી એન્ટ્રી, ચકાસણી, અરજી, વેરીફિકેશન અને અંતિમ પસંદગી જેવી વિવિધ કામગીરી તબક્કાવાર હાથ ધરાશે. શિક્ષકો/વિદ્યાસહાયકોએ www.dpegujarat.in વેબસાઈટ પર પોતાના લોગિન દ્વારા માહિતી દાખલ કરવાની રહેશે તથા જરૂૂરી દસ્તાવેજો અપલોડ કરવાની રહેશે. માહિતીમાં કોઈ ખોટી વિગતો દાખલ કરવાથી સંબંધિત શિક્ષક/વિદ્યાસહાયક જાતે જવાબદાર રહેશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ સિનિયોરિટી યાદી પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ અંતિમ જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાઈ નિષ્પન્ન કરવામાં આવશે.
