નિકાસકારોને પ્રોત્સાહન આપતી RODTEP સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો યથાવત રખાયા

ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગમંત્રાલય દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપતી RoDTEP (Remission of Duties and Taxes on Exported Products) સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત…

ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગમંત્રાલય દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપતી RoDTEP (Remission of Duties and Taxes on Exported Products) સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત નિકાસકારોને ઉત્પાદનમાં લાગતા ટેકસ અને ડયુટી જેવા કે, વીજળી ખર્ચ, ફયુલ ખર્ચ, મંડી ટેકસ, સ્ટેમ્પ ડયુટી, રાજય તથા સ્થાનીક સ્તરના ટેકસ વિગેરે ઉપર વળતર ચુકવવામાં આવે છે. આ સ્કીમમાં MSME અને નિકાસકારોને આશરે 0.3% થી 3.9% સુધીની રાહત આપવામાં આવતી હતી. પુરંતુ ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા RODTEP સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો અને મુલ્ય મર્યાદામાં તાત્કાલીક પ0% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. જેથી નિકાસકારોએ અગાઉના RoDTEP ના દરોને આધારે કરારો અને વ્યવહાર કરેલ છે તે પરીપુર્ણ કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી. તેમજ રીફંડપાત્ર ન હોય તેવા સ્થાનીક દર નિકાસકારોને જાતે ભોગવવા પડશે, ખજખઊ ક્ષેત્રો 1% કે 2% ના નજીવા માર્જીન ઉપર વેપાર ચલાવે છે ત્યારે આવા ઘટાડાને કારણે થયેલ કાર્યકારી ખર્ચ વસુલ કરી શકાય તેમ નથી.

આમ હાલની વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતી તેમજ નિકાસકારોને પડી રહી મુશ્કેલીઓ અને થવાપાત્ર નાણાંકીય નુકશાનને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્ર સરકાર તથા સાંસદ સભ્યો સમક્ષ નિકાસકારોને પ્રોત્સાહન આપતી RoDTEP સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભોના જુના દરો-મુલ્ય મર્યાદાઓ યથાવત રાખવા રજુઆત કરવામાં આવેલ હતી.

જે અનુસંધાને સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂૂપાલાએ ખાસ જહેમત ઉઠાવીને કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજી સમક્ષ નિકાસકારોને પડી રહેલી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરકણ લાવવા તાત્કાલીક રજુઆત કરેલ હતી. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની તથા સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂૂપાલાની રજુઆતને સફળતા મળેલ છે અને ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગમંત્રાલયના નોટીફીકેશનનં. 66/2025-26 તા.23-03-2026 થી 50%ના દરનો ધટાડો પાછો ખેંચી આગામી 1લી એપ્રિલ 2026 થી અગાઉના જુના દરો યથાવત રાખવામાં આવ્યા છે. જે બદલ રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ તથા સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂૂપાલાનો સહદય આભાર વ્યકત કરે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *