ભાવનગર શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ અને રૂૂવા વિસ્તારની આવાસ યોજનાઓમાં હાથ ધરવામાં આવેલા સર્વે બાદ, નોટિસની અવધિ પૂર્ણ થવા છતાં ખુલાસો રજૂ ન કરનારા કુલ 15 આવાસોને આજે સીલ મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની સાત અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં અનેક આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય વ્યક્તિઓ રહેતી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તરસમીયા રોડ સ્થિત પ્લોટ નં.46ના 13 આવાસો અને રૂૂવા રીંગ રોડ પરના પ્લોટ નં. 104 ના 2 આવાસો મળી કુલ 15 મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત તા.3/2/2026 ના રોજ મનપા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પર 34 ભાડૂઆતો, 49 મૂળ લાભાર્થીઓ અને 37 બંધ મકાનો મળી આવ્યા હતા. 34 ભાડૂઆતોને 7 દિવસમાં મકાન ખાલી કરવા અને જરૂૂરી ખુલાસો તેમજ સોસાયટીની એનઓસી રજૂ કરવા નોટિસ જરૂૂરી ખુલાસો તેમજ સોસાયટીની ગઘઈ રજૂ કરવા નોટિસ અપાઈ હતી.
સમયમર્યાદા પૂરી થવા છતાં 2 મકાનમાલિકોએ સંતોષકારક ખુલાસો ન આપતા આજે 2 આવાસોને સીલ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.તરસમીયા રોડ પર ફાઇનલ પ્લોટ નં.46 ના 252 આવાસોમાં તા.12/2/2026ના રોજ સાત ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. તપાસ દરમિયાન 94 ભાડૂઆત, 92 મૂળ લાભાર્થી અને 66 બિન-રહેણાંક આવાસો નોંધાયા હતા. જેમાં 67 મકાનો બંધ હતા. કુલ 94 ભાડૂઆતી મકાનોને ખાલી કરવા નોટિસ આપી બાંહેધરી અને ગઘઈ મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી 13 મકાનમાલિકોએ નિયત સમયમાં ખુલાસો રજૂ ન કરતા આજે 13 આવાસોને સીલ મારી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
