ચોરવાડની કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, વાસણ સાફ કરતા વૃદ્ધાને ફાડી ખાઘા

ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા…

ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના 59 વર્ષીય બેનાબેન ઉકાભાઇ સેવરા ગુરુવારે સાંજે ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળના ખોરાસા ગામની સીમમાં આવેલ કાલિન્દ્રી નદીએ ગયા હતા. ત્યારે કોઈપણ કારણસર નદીમાંથી મગરે વૃધ્ધા પર હુમલો કરી બચકા ભરી લેતા બેનાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાથી ખોરાસાના ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બનાવની જાણ થતા ચોરવાડ પોલીસે દોડી જઈને આગળની કાર્યવાહી કરી હતી અને મૃતકના પુત્ર વિજયભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મગરને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા નદી કિનારે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યાછે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા સ્થાનિક લોકોને નદી અને જળાશય નજીક સાવચેતી રાખવા તેમજ એકલા ન જવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *