મનપાના ફુડ વિભાગ દ્વારા ઉનાળાની સીઝનમાં સૌથી વધુ વેચાતાં આઈસ ગોલા વાળાઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી છ સ્થળેથી ક્રીમ તેમજ શીરપ સહિતના નમુના લીધા હતાં. તેમજ અલગ અલગ ખાદ્ય ચીજોના 19 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 8ને ફુડ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે આઈસ ગોલાનું વેચાણ કરતી પેઢીમાં થી કુલ 6 નમૂના લેવામાં આવેલ. આઈસ ગોલા માટેનું કેડબરી ફ્લેવર સિરપ (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, ત્રિકોણ બાગ પાસે, રાજકોટ., આઈસ ગોલા માટેનું કાચી કેરી ફ્લેવર સિરપ (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, ત્રિકોણ બાગ પાસે, રાજકોટ., માવા રબડી (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, ત્રિકોણ બાગ પાસે, રાજકોટ,. આઈસ ગોલા માટેનું પાઈનેપલ ફ્લેવર સિરપ (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, જ્યુબેલી શાક માર્કેટ પાસે, રાજકોટ., આઈસ ગોલા માટેનું માવા બદામ ફ્લેવર સિરપ (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, જ્યુબેલી શાક માર્કેટ પાસે, રાજકોટ., આઈસ ગોલામાં વપરાતું ક્રીમ (લૂઝ): સ્થળ -આઝાદ હિન્દ ગોલાવાલા, જ્યુબેલી શાક માર્કેટ પાસે, રાજકોટ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના મોચીનગર મેઇન રોડ-બજરંગવાડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 8 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી અને આગામી દિવસોમાં ઠંડા પીણાના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.
