ગેસ સિલિન્ડર બુકીંગ માટે હવે e-kyc ફરજિયાત, નવો નિયમ

એલપીજી ગેસ સિલિન્ડરની અછતથી સામાન્ય લોકોથી લઇ સરકાર પર મુશ્કેલીમાં મુકાઇ છે. રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ…

એલપીજી ગેસ સિલિન્ડરની અછતથી સામાન્ય લોકોથી લઇ સરકાર પર મુશ્કેલીમાં મુકાઇ છે. રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે (16 માર્ચ) કહ્યું હતું કે તમામ ઘરેલું એલપીજી ગ્રાહકો માટે તેમના આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન (ઇ-કેવાયસી) પૂર્ણ કરવું ફરજિયાત છે.

મંત્રાલયે કહ્યું કે આ વેરિફિકેશન ઘરે બેઠા તમારી ઓઇલ માર્કેટિંગ કંપનીની મોબાઇલ એપ્લિકેશન અને Aadhaar FaceRD એપ્લિકેશન દ્વારા કરી શકાય છે. આ ઉપરાંત, ગ્રાહકોને કોઈપણ મદદ માટે તેમના એલપીજી વિતરકનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં, એવી પણ સલાહ આપવામાં આવી છે કે, ગ્રાહકોએ મંત્રાલય દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવો જોઇએ.
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી પશ્ચિમ એશિયામાં તણાવ સર્જાતા ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાઇ છે. મધ્ય પૂર્વમાં ઇરાન પર યુએસ અને ઇઝરાયલના હુમલાને કારણે શરૂૂ થયેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ માંથી જહાજોની અવરજવર અટકી ગઈ છે.

અછતના ડરથી, લોકો ગભરાટમાં એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી કરી રહ્યા છે અને અધિકારીઓ સામે સંગ્રહખોરીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. બેંગલુરુના કેનગરી વિસ્તારમાં પોલીસે એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર વિવિધ બ્રાન્ડના એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી કરીને ઉંચા ભાવે વેચવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *