તારક મહેતામાં ‘દયાબેન’ની ફરી થશે એન્ટ્રી : આસિત મોદી

સારા વિકલ્પોમાંથી શોર્ટ લિસ્ટ થઈ ગયું ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી લાંબા ચાલતા શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…

સારા વિકલ્પોમાંથી શોર્ટ લિસ્ટ થઈ ગયું

ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી લાંબા ચાલતા શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શોના સૌથી લોકપ્રિય પાત્ર ’દયાબેન’ ઉર્ફે દયા ભાભીની વાપસી હવે નિશ્ચિત જણાઈ રહી છે. નિર્માતા અસિત મોદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી છે કે તેઓ દયાના પાત્રને પાછું લાવવા માટે પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યા છે.

અસિત મોદીએ જણાવ્યું કે, “અમે ટૂંક સમયમાં દયા ભાભીનું પાત્ર પાછું લાવીશું. મને ખબર છે કે લોકો દયા વગર શોને મિસ કરી રહ્યા છે અને હું તેમની લાગણીઓ સાથે સંપૂર્ણ સહમત છું. અમારી આખી ટીમ આ દિશામાં સખત મહેનત કરી રહી છે.” મહત્વની વાત એ છે કે, નિર્માતાએ દયાના પાત્ર માટે કેટલાક સારા વિકલ્પો એટલે કે કલાકારોને શોર્ટલિસ્ટ પણ કરી લીધા છે. જેનો અર્થ એ છે કે નજીકના ભવિષ્યમાં દર્શકોને ’નવી દયા ભાભી’ જોવા મળી શકે છે. દિશા વાકાણીએ પોતાની આગવી શૈલી અને ’ગરબા’થી જે જાદુ ચલાવ્યો હતો, તેવી જ વ્યક્તિની શોધ અત્યારે ચાલી રહી છે.

અસિત મોદીએ સ્વીકાર્યું હતું કે, “દિશાના શો છોડ્યા પછી પણ અમે તેને સતત યાદ કરીએ છીએ. તે તેના સાથી કલાકારો અને ક્રૂની ખૂબ કાળજી રાખતી હતી. અમારો મુખ્ય ટાર્ગેટ દિશા વાકાણી જેવી જ એનર્જી અને કોમેડી ટાઈમિંગ ધરાવતી અભિનેત્રીને શોધવાનો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *